ડૉન દાઉદ ઈબ્રાહીમ અંગે ટકલાનો ચોંકાવનારો ખુલાસો

મુંબઈ : ગત સપ્તાહે ઝડપાયેલા મુંબઇ બોમ્બ વિસ્ફોટ કેસના આરોપી ફારૂક ટકલાએ પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. ફારૂક ટકલાનો દાવો છે કે દાઉદ પાકિસ્તાનમાં જ છે અને તે પાકિસ્તાની સેનાની છત્રછાયા હેઠળ જીવી રહ્યો છે. ૧૯૯૩ના બોમ્બ વિસ્ફોટની ૨૫મી વરસીએ મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર એમ.એન.સિંહે કહ્યું હતું કે તેમને લાગે છે કે પાકિસ્તાન માટે દાઉદ ઇબ્રાહિમ હવે કોઇ કામનો નથી. પરંતુ દુબઇથી ગત સપ્તાહે ડિપોર્ટ કરાયેલા ફારૂક ટકલાએ પાકિસ્તાન અને દાઉદ ઇબ્રાહિમના સંબંધો વિષે ઘણા નવા ખુલાસા કર્યા છે. ફારૂક ટકલાને સીબીઆઇએ હજુ પણ ૧૯૯૩ના મુંબઇ વિસ્ફોટ કેસમાં આરોપી બનાવ્યો છે. જે બાદમાં ગુટખા કાંડમાં પણ સીબીઆઇ તેની કસ્ટડી મેળવશે.સૂત્રો મુજબ ફારૂક ટકલાએ પૂછપરછમાં જણાવ્યું છે કે હવે દાઉદ સ્થાયી રીતે પાકિસ્તાનમાં વસી ગયો છે. પરંતુ એક સમય એવો પણ હતો કે જ્યારે તે નિયમિત રીતે પાકિસ્તાન અને દુબઇની વચ્ચે ચક્કર લગાવતો રહેતો હતો. તે સમયે દાઉદના સમુદ્રી અને હવાઇ માર્ગે દુબઇ પહોંચ્યા બાદ તેને રિસિવ કરવાનું કામ ફારૂક ટકલો પોતે કરતો હતો. ફારૂક ત્યાં ટેક્સી ડ્રાઇવરનું કામ કરતો હતો. સૂત્રોએ જણાવ્યું કે, ફારૂકે પૂછપરછમાં તેમ પણ જણાવ્યું કે દોઢ દાયકા પહેલા પાકિસ્તાનના લોકલ ગુંડાઓએ દાઉદને મારવાની સોપારી લીધી હતી. આ ગુંડાઓ તે ટાપુ સુધી પહોંચી ગયા હતા કે જ્યાં દાઉદને એક સેફ હાઉસમાં રાખવામાં આવ્યો હતો. પરંતુ પાકિસ્તાની સેનાના લોકોએ દાઉદને બચાવી લીધો. આ ઉપરાંત છોટા રાજનના લોકોએ પણ દાઉદને મારવા માટે આશરે અડધો ડઝન વખત પ્રયાસ કર્યા હતા. રાજનનો માણસ ફરીદ તનાશા આ માટે ઘણા મહિના સુધી પાકિસ્તાનમાં રહ્યો હતો. કેટલાક વર્ષો પહેલા ફરીદનું મુંબઇના તિલકનગર વિસ્તારમાં મર્ડર કરી દેવાયું હતુ. ફારૂક ટકલાએ કરાંચી સ્થિત દાઉદના ઘર અંગે જાણકારી આપીઅંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ પાકિસ્તાનમાં હોવાની વાતને ફારૂક ટકલાની વાત પરથી બળ મળ્યું છે. જો કે પાકિસ્તાને દાઉદને દુનિયાની નજરથી છુપાવી રાખવા માટે એક ટાપુ પર સેફ હાઉસ બનાવ્યું છે. જ્યારે પાકિસ્તાની સુરક્ષાદળો દાઉદની સુરક્ષામાં તૈનાત રહે છે.૧૯૯૩ મુંબઇ બોમ્બ વિસ્ફોટ કેસના આરોપી ફારૂક ટકલાએ ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ફારૂક ટકલાએ કરાચી સ્થિત દાઉદના ઘર અંગે પણ મહત્વની જાણકારી આપી છે.ટકલાએ જણાવ્યું કે દાઉદ હંમેશા કરાચીના ક્લિફ્‌ટન એરિયામાં રહે છે. પણ જ્યારે કોઇ આંતરરાષ્ટ્રીય નેતા પાકિસ્તાન આવે છે ત્યારે દાઉદને ક્લિફટન એરિયાથી કેટલાક કિલોમીટર દૂર અંડા ગ્રુપ ઓફ આઇલેન્ડ્‌સ પર બનેલા એક સેફ હાઉસમાં શિફ્‌ટ કરી દેવામાં આવે છે. જ્યારે ભારત સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને અન્ય આંતરરાષ્ટ્રીય મંચો પર દાઉદના ક્લિફટન એરિયાવાળા ઘરનો ખુલાસો કરે છે ત્યારે પણ દાઉદનું ત્યાંથી કેટલાક સમય માટે સ્થળાંતર કરી દેવામાં આવે છે. ક્લિફટન એરિયાવાળા ઘરમાં દાઉદની સુરક્ષા પાકિસ્તાની રેન્જર્સના જવાનો કરે છે. પરંતુ જ્યારે દાઉદને સેફ હાઉસમાં સ્થળાંતરિત કરવામાં આવે છે ત્યારે પાકિસ્તાની કોસ્ટ ગાર્ડની એક ટીમ તેને સેફ હાઉસમાં સુરક્ષા પુરી પાડે છે. આ દરમિયાન પાકિસ્તાની કોસ્ટ ગાર્ડનું એક જહાજ સેફ હાઉસની ચારે તરફ પેટ્રોલિંગ કરતુ રહે છે. અહીં દાઉદ પાકિસ્તાની અધિકારીઓની સાથે એક ખાસ પ્રકારના સેટેલાઇટ ફોન મારફતે સંપર્કમાં રહે છે. સેફ હાઉસની બહાર પાકિસ્તાની કોસ્ટગાર્ડની એક ખાસ સ્પીટ બોટ પણ તૈનાત રહે છે, જે કોઇ પણ ઇમરજન્સી સ્થિતિમાં દાઉદને અમુક કલાકોમાં સેફ હાઉસમાંથી દુબઇ શિફ્‌ટ કરી શકે છે. ભારતીય એજન્સીઓ દાઉદ સામે ગાળિયો કસવા અવનવા હથકંડા અપનાવે છે ત્યારે ફારૂક ટકલા દ્વારા કરવામાં આવી રહેલા ખુલાસા ભારતીય એજન્સીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે.