ડુમરામાંથી સગીર કન્યાનું અપહરણ

નલિયા : અબડાસા તાલુકાના ડુમરા ગામે વાડી વિસ્તારમાં રહેતી સગીર કન્યાને ભગાડી જતા બે શખ્સો સામે ગુનો નોંધાવા પામ્યો હતો.
પોલીસ સુત્રમાંથી મળતી વિગતો મુજબ મૂળ અકબરપુર બારોટા તા. રાઈ જિલ્લો સોનીપત હરિયાણા હાલે ડુમરા વાડી વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષિય સગીર કન્યાને મૂળ ભુના તા. ફતેહાબાદ હરિયાણા હાલે ડુમરા વાડી વિસ્તારમાં રહેતા નાયક કલવંતે લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ગત તા. ૧પ-૧-૧૮ના રાત્રીના સમયે સગીરાના પિતાના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી જતા તથા સગીરા તેમજ તેના ભાઈને અપહરણ કરવામાં મદદરૂપ થનાર નાયક જસવંત સહિત બંને શખ્સો સામે કોઠારા પોલીસે ગુનો નોંધી નલિયા સીપીઆઈ વી.બી. કોઢિયાએ તપાસ હાથ ધરેલાનું પીએસઓ હરેશકુમાર સોનાઘેલાએ જણાવ્યું હતું.