ડી-માર્ટમાંથી નણંદ- ભોજાઈ સામાન ચોરી કરતાં ઝડપાઈ

ભુજ : શહેરના એરપોર્ટ રોડ પર આવેલા ડી-માર્ટ મોલમાંથી નણંદ – ભોજાઈએ ચીજવસ્તુઓ સેરવીને બેગમાં ભરી બહાર નિકળવાનો પ્રાયસ કર્યો હતો. તે દરમિયાન સિક્યુરીટી ગાર્ડે ઝડપી પાડી પોલીસને હવાલે કરી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ભુજના ડી-માર્ટ મોલમાંથી રર જેટલી વિવિધ ચીજવસ્તુઓ સેરવીને પોતાની બગલ બેગમાં ભરી બે મહિલાઓ બહાર નિકળવાનો પ્રાયસ કરતી હતી. તે દરમિયાન ગેટ પર રહેલા સિક્યોરિટી ગાર્ડ દિપક માલાણીએ બંને મહિલાઓને અટકાવી હતી. અને બેગમાં ભરેલા સામાનનું બિલ બતાડવાનું કહેતા મહિલાઓએ આનાકાની કરતાં મહિલા સિક્યુરિટી ગાર્ડને બોલાવીને તપાસવામાં આવતા તેમાંથી રૂપિયા પ,૧૪૧ની રર પ્રકારની અલગ અલગ પ્રકારની વસ્તુઓ નિકળી હતી. ચોરી કરતાં ઝડપાઈ ગયેલ ભુજના ગણેશનગરમાં રહેતી ટીના મહેશભારથી ગુંસાઈ અને નાગોરમાં રહેતી જયશ્રીબેન પ્રવીણગર ગુંસાઈને એ ડિવિઝન પોલીસને હવાલે કરી ગુનો નોંધાવાયો હતો. બંને મહિલાઓ સબંધમાં નણંંદ – ભોજાઈ થતી હોવાનું પોલીસે ઉમેર્યું હતું.