ડીસી ડો.અમીયાચંદ્રજીની માનવતાભરી પહેલ : કચ્છને ઓકસિજન સિલીન્ડર પુરા પાડશે કાસેઝ

image description

  • કોરોનાકાળમાં કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોન સરકારની વહારે

કોમર્શીયલ સિલિન્ડર બનાવતા કાસેઝના યુનિટસને ઓકસિજન સિલિન્ડર બનાવવાની ડેવલપમેન્ટ કમિશ્નરશ્રીની રજુઆતનો જીલાયો પડઘો

ઝોનમાથી ઓકસિજન સિલિન્ડરની નિકાસ પર પ્રતિબંધનો કોઈ આદેશ-નિયમ નથી, કોરોનાના કપરાકાળમાં યુનિટ સંચાલકોને મદદે આવવા માનવતાના ધોરણે કર્યુ હતુ આહવાન, જેનો સુંદર પ્રતિસાદ મળ્યો છે, યુનિટસ ઓકસિજન સિલિન્ડરના પ્રોડકશન વધારી રહી છે, કચ્છની સ્થાનિક ઓકસિજનની માંગને અપાશે પ્રાથમિકતા, બાદમાં આસપાસમાં પણ પુરા પાડીશે ઓકિસજન સિલિન્ડર, સામે પક્ષે સકંટમોચક બની રહેલા યુનિટસને પણ ફોરેન એકસચેન્જની ખોટ નહી પડવા દેવાય : ડો. આમીયાચંદ્રજીનો સંવેદનાભર્યો અભિગમ

ગાંધીધામ : કોરોનાના કપરા સમયમાં હાલમાં ઓકસિજનની અછતનો હાહાકાર મચેલો છે ત્યારે કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક જોનના વિજનરી ડીસી ડો. આમીયાચંદ્રજીએ વધુ એક વખત સૌનો સાથ સૌના વિકાસની નીતીને વધુ એક વખત સાર્થક કરી હોય તેમ માનવતાભરી પહેલ આદરી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. નોધનીય છે કે, કાસેજમાં કાર્યરત કુલ્લ ચાર પૈકીના બે મોટા એકમોને ઓકસિજનલ સિલિન્ડર બનાવવાની વિનંતી ડીસીશ્રીએ કરી અને તેનો સ્વીકાર થવા પામી ગયો છે અને હવે તેના પગલે કચ્છ અને ગુજરાતના જરૂરીયાત મંદ જિલ્લાઓને કાસેઝ ઓકસિજનલ સિલિન્ડર પુરતા કરતુ આગામી ગણતરીના દિવસોમાં જ થઈ જશે. આ બાબતે કાસેઝના વિકાસનો નવતર દ્રષ્ટીકોણ ધરાવતા ડેવલપમેન્ટ કમિશ્નર આમીયાચંદ્રજીને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, કોરોનાના કપરા સમયમાં વર્તમાન સમયે એાકસિનની અછત વર્તાઈ રહી છે. અલગ અલગ જિલ્લાના વહીવટીતંત્રો દ્વારા અમારી પાસે ઓકસિજન સિલિન્ડર બાબતે પુર્છા થવા પામી રહી હતી. આ ઉપરાંત સામાજિક સંસ્થાઓ પણ આ બાબતે પુછા કરી રહી હતી. જેથી મને વિચાર આવ્યો કે, હાલતુરંત કોમર્શિયલ ઓકસિજન બનાવી, નિકાસ કરી રહેલા યુનિટને ઓકસિજન સિલિન્ડર બનાવવાની વિનંતી કરવામા આવતા તેઓએ ત્વિરત આ બાબતે તૈયાર થઈ ગયા છે. એટલે હાલમાં સિલિન્ડરના નિકાસ પર કોઈ પ્રતિબંધ નથી, પણ માનવતાના ધોરણે સ્વેચ્છીક રીતે કોમર્શિયલ સિલિન્ડરની સંકુલમાં સેવારત બે યુનિટ નિકાસ નહી કરે અને ઓકિસજન સિલિન્ડર બનાવશે એટલુ માત્ર જ નહી પણ પ્રોડકશન પણ વધારી રહયા છે. અત્યાર સુધીમાં નવસારી અને કચ્છ સહિતના વહીવટીતંત્ર દ્વારા ૪થી પ૦૦૦ સિલિન્ડરની ડીમાન્ડ આવી ચૂકી છે. જેના પર કામ શરૂ કરી દેવામા આવ્યુ હોવાનુ ડીસીએ જણાવ્યુ હતુ. એટલુ જ નહી ડીસીએ એકતરફ પ્રજાજનો અને કોરોનાના દર્દીઅી તથા સરકારને માટે ઓકસિજન સિલિન્ડરની માંગ પુરતી કરાવવા અહી યુનિટને સાથે લીધા છે તો બીજીતરફ આ યુનિટને પણ એકસપોર્ટ ન થવાથી ફોરેન એકસચેન્જનુ નુકસાન ન જાય તે માટે પણ તેટલી જ રકમ કટ કરી આપવાના ઈન્સેટીવની પણ સામેથી જાહેરાત કરી આપી છે. એટલે કે, આવા યુનિટને કાસેઝ પ્રોત્સાહન આપવા પણ સજજ બન્યુ છે. એટલુ માત્ર જ નહી પણ ઓકસિજનની ઈમ્પોર્ટ પણ વધારી દેવામા આવ્યું છે જેથી ઓકસિજનની ઘટ્ટ પણ ન થાય તે દીશામાં પણ કાસેજ સક્રીય બની રહ્યુ હોવાનુ આમીયચંદ્રજીએ જણાવ્યુ હતુ. ઓકસિજનની અછતને પહોચી વડવા માટે સૌને લીંક કરી દેવાયા છે, સિલિન્ડરની નિકાસ અટકાવાઈ છે, તો આગામી સપ્તાહે ઓકસિજન સલગ્ન શીપ જ લાંગરી રહ્યા છે અને તેથી ઈમ્પોર્ટ પણ વધી જવાથી વધુમાં વધુ ઓકસિજન કાસેઝ કચ્છને પ્રાથમિકતાના ધોરણે અને તે બાદમાં આસપાસના જિલ્લાઓમાં પણ આ ઘટ્ટ પુર્તી કરવા સક્ષમ પ્રયાસો યુદ્ધના ધોરણે હાથ ધરી ચૂકયુ હોવાનું ડો. આમીયાચંદ્રજીએ જણાવ્યુ હતુ. ઓકસિજનના સિલિન્ડર ડીએમશ્રીને સોપી દેવામા આવશે.

ત્રણ કેટેગરીના બને છે ઓકસિજન સિલ્ડર
ગાંધીધામ : કાસેઝમાં ૪૬-૧૦ અને દોઢ લીટરની ઓકસિજનલ સિલિન્ડર ભરી શકાય તેવા ત્રણ કેટેગરીના સિલિન્ડર બની રહ્યા છે. જેમાથી ૪૬ અને ૧૦ લીટરવાળાની ડીમાન્ડ વધી છે અને તેના જ પ્રોડકશન પર ભાર આપવામાં આવી રહ્યુ હોવાનુ કાસેઝના પીઆરઓ વિનોદ મંડલજીએ જણાવ્યુ હતુ.

આ બે યુનિટની પહેલ સરાહનીય
ગાધીધામ : ઝોનમાં કોર્મશિયલ સિલિન્ડર બનાવતા ચાર યુનિટ આવેલા છે. જેમાથી એવરેસ્ટ કાંટા સિલિન્ડર તથા રામા સિલિન્ડર નામની કંપનીએ હાલમાં ઓકસિજન સિલિન્ડર બનાવવાની ટેહલનું બીડુ ઝડપી લીધુ છે.

માસ્ક-પીપીઈકીટ-સેનેટાઇઝરના પ્રોડકશન પણ વધારવાની સુચના
ગાંધીધામ : ઓકસિજન સીલિન્ડરની સાથોસાથ જ કાસેઝમાં પીપીઈ કીટ-માસ્ક અને સેનેટાઇજરના પ્રોડકશનને પણ વધારવા બાબતે સબંધિત યુનિટોને ઝોન પ્રસાસન દ્વારા જણાવાયુ છે અને તે દીશામાં ઝોન પ્રસાસન તરફથી જોઈતી તમામ મદદ ઝડપથી ઉપલબ્ધ થશે તેવી ખાત્રી પણ અપાઈ છે. કસ્ટમ કલીયરન્સ સહિતની પ્રક્રીયા ઝોન વેગવંતી કરશે તેવુ પીઆરઓએ જણાવ્યુ હતુ.