ડીપીટી-કંડલા પોર્ટ દ્વારા પ્રાણવાયુ-ઓકિસજન જનરેટ યુનિટની તડામાર તૈયારીઓ :ટુંકમાં થશે શરૂં

image description

  • ટીમ એસ. કે. મહેતાનો રાહતરૂપ મોટો નિર્ણય

ડીપીટી દ્વારા સંચાલિત ગોપાલપુરી કોવિડ હોસ્પિટલમાં પ૦ દર્દીઓને ઓકિસજનની ખપત આ પ્લાન્ટ કરી દેશે પૂર્ણ : ૧ દર્દીને ર૪ કલાકમાં ઓક્સિજનના જમ્બો દોઢ સિલિન્ડરની પડતી હોય છે જરૂરીયાત

દેશના ૧ર મહાબંદરો પૈકી આવો પ્લાન્ટ સર્જનાર ડીપીટી-કંડલા પોર્ટ બન્યું પ્રથમ પોર્ટ

ગાંધીધામ : કોરોનાની મહામારીએ માજા મુકી છે અને ઠેર ઠેર દર્દીઓ વધી રહ્યા છે. કચ્છમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે તેની સામે વ્યવસ્થાઓ પણ પુરઝડપે વિકસી રહી છેે. તે દરમ્યાન જ જાણવા મળતી માહીતી અનુસાર ડીપીટી પોર્ટ કંડલા દ્વારા પણ ગોપાલપુરી ખાતે પ૦ બેડની ક્ષમતાવાળી કોવીદ હોસ્પિટલ શરૂ કરી દેવામા આવી છે જેમાના ઓકિસજન જરૂરીયાતવાળા દર્દીઓને માટે પણ ડીપીટી પોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામા આવી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.આ બાબતે જાણવા મળતી માહીતી અનુસાર ટીમ ચેરમેનશ્રી એસ કે મહેતાની આગેવાની હેઠળ ડીપીટી કંડલા બંદર ગોપાલપુરી હોસ્પિટલ ખાતે જ ઓકિસજન જનરેટર યુનિટની સ્થાપના કરવા જઈ રહ્યુ છે જે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે. નોધનીય છે કે, આ પ્રકારની પહેલ કરનાર ડીપીટી દેશના ૧ર મહાબંદરો પૈકીનુ એક બની રહેશે. સિલિન્ડર કદાચ મળી જવા સહેલા છે પણ ઓકિસજન-પ્રાણવાયુ પુરતો પાડવો હાલમા પડકારજનક સ્થીતી પેદા થવા પામી ગઈ છે. અહી ડીપીટી પ્લાન્ટ ઉભો કરશે અને ફીલીગ પણ તેઓ જ કરી આપશે. હાલમાં ડીપીટીની ગોપાલપુરી હોસ્પિટલના દર્દીઓની ખપતને પ્રાથમિકતા આપવાનો નિર્ણય કરવામા આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સરેરાશ એક દર્દીને ર૪ કલાકમાં દોઢ જમ્બો સિલિન્ડર ઓકિસજનની જરૂરીયાત રહેતી હોય છે.