ડીપીટી-કંડલા પોર્ટને ડેમજ કરવાનું કાવતરૂં

  • કોલસા-સોયા-કેમીકલ-ઓઈલની ખુલ્લેઆમ લખલુંટ તસ્કરીથી ફેલાતો મત

કંડલા બંદર પર આયાતી થતી વસ્તુઓ પર ઉઘાડી લુંટના વધી રહ્યા છે સિલસિલા : લાખોનો કોલસો થઈ જાય છે સગેવગે, કરોડોનો સોયા ગંતવ્ય સ્થળના બદલે અન્યત્ર પહોચી રહ્યો છે, સત્તાવાર ફરિયાદો પણ થાય છે, છતા કાર્યવાહીના નામે મીંડુ! આવુ કેમ? ચોરી કઈ ગેગ અને ટોળકી કરી રહી છે, ચોરાઉ જથ્થો કયા ભંગારના વાડાઓમાં પહોચી રહ્યો છે, આ તમામ માહીતીઓ પલળેલા ભ્રષ્ટ ખાખીધારીઓ પાસે છે મૌજુદ..છતા બોધપાઠ રૂપ કડક કાર્યવાહી ન થતા કંડલા બંદરને ભાંગીને ધંધાઓ અન્યત્ર ડાયવર્ટ કરવાની દેખાઈ રહી છે આયોજનબદ્ધ પેરવી..!

જે લોકોના માલની ચોરી થાય છે તે પાર્ટીઓ બહુ જ મજબુત છે, તેમના તાર ગાંધીનગર અને દિલ્હી સુધી જોડાયેલા છે : આ વાત ઉપર પહોંચે તે પહેલા જ આઈજીશ્રી અને ડીએસપીશ્રી રસ લે અને બનાવોની ગંભીરતા સમજે

વેપારીઓ થઈ રહ્યા છે પાયમાલ-ચીભડતત્વો બની રહ્યા છે તસ્કરી-ચોરીથી માફીયા : ખાખી છે તદન કોમામાં : પણ યાદ રાખજા..ચોરી-ચકારી-તસ્કરીના પૈસા ખાનારાઓ કદાપિ સુખી નથી થતા, કુદરતની લાઠી એવી પડે છે કે, તેમના પરીવારમાં કોઈ કાગવાસ નાખનારા પણ બચતા નથી..!

ગાંધીધામ : દેશના અર્થતંત્રમાં અને કેન્દ્રની તિજોરીમાં પણ મોટી હુંડીયામણ ઢસડી લાવતા દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ કંડલાના વેપાર-ધંધાઓને ડેમજ કરવાનો એક છુપો કારસો ચાલી રહ્યો હોય તેવી રીતે પાછલા અમુક સમયથી અહીથી આયાત-નિકાસ થતી લાખો-કરોડોની એક પછી એક ચીજવસ્તુઓ સગેવગે કરવામા આવી રહી હોવાની સત્તાવાર ફરીયાદો વધી રહી છે.કડલામાં વિદેશી કોલસા, સોયાબીન, ઓઈલ-કેમીકલ, સહિતની ચીજવસ્તુઓ ગતવ્ય સ્થળે પહોંચાડવાના બદલે મોટાપાયે તેને અન્યત્ર સગેવગે કરાતી હોવાની ફરીયાદોના પુનરાવર્તન થવા પામી રહ્યા છે છતા કાયદાના રક્ષેકોથી માંડી અને અનેક જવાબાદારોના પેટનુ પાણી જ હાલતું ન હોવાથી કયાંક ને કયાંક આવભાઈ હરખા આપણે બેઉ સરખાનો તાલ કરી અને અહી આવી રહેલા વેપાર-ધંધાને અન્યત્ર ખસેડી જવાની જ એક આયોજનબદ્ધ પેરવી ચાલી રહી હોવાનો વર્તારો ઉભો થવા પામી રહ્યો છે. વેપારી આલમ આ પ્રકારની ચોરી-તસ્કરીથી ત્રાહીમામ ત્રાહીમામ પોકારી ઉઠી છે છતા તસ્કારે અને ચોરો પર કોઈ જ કાર્યવાહી કડકાઈથી સચોટ થતી જોવા મળતી નથી.
આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો કંડલા બંદર પર આયાતી થતી વસ્તુઓ પર ઉઘાડી લુંટના સિલસિલા વધી રહ્યા છે. લાખોનો કોલસો થઈ જાય છે સગેવગે, કરોડોનો સોયા ગંતવ્ય સ્થળના બદલે અન્યત્ર પહોચી રહ્યો છે, સત્તાવાર ફરિયાદો પણ થાય છે, છતા કાર્યવાહીના નામે મીંડુ! આવુ કેમ? ચોરી કઈ ગેગ અને ટોળકી કરી રહી છે, ચોરાઉ જથ્થો કયા ભંગારના વાડાઓમાં પહોચી રહ્યો છે, આ તમામ માહીતીઓ પલળેલા ભ્રષ્ટ ખાખીધારીઓ પાસે છે મૌજુદ..છતા બોધપાઠ રૂપ કડક કાર્યવાહી ન થતા કંડલા બંદરને ભાંગીને ધંધાઓ અન્યત્ર ડાયવર્ટ કરવાની દેખાઈ રહી છે આયોજનબદ્ધ પેરવી..! આ બાબતે વેળાસર જ જાગૃત થવાની જરૂર છે.

ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ઘેનમાં :વેપારીઓ પાયમાલ છતાં તદન સુસ્ત!
ગાંધીધામ : કંડલામાં થઈ રહેલી અલગ અલગ ચીજવસ્તુઓની આયોજનબદ્ધ ચોરી-લુટથી વેપારીઓ પાયમાલ થઈ રહ્યા છે તો વળી બીજીતરફ ચીભડતત્વો બની રહ્યા છે આવી તસ્કરી-ચોરીથી માફીયા. છતા પણ ખાખી છે તદન કોમામાં અને મજાની વાત એ છે કે ગુજરાતભરમાં જે વેપારી સંસ્થાનો એક સમયે ડંકો ગાજતો હતો તેવી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ પણ તદન ઘેનમાં જ હોય, નિંદ્રાધીન અવસ્થામા જ હોય તેમ આવા વિષયો મુદે કંઈ જ અવાજ ઉઠાવતી દેખાતી નથી.

જુઓ, શું કહે છે આ એક પૂર્વ ઉચ્ચ અધિકારી..!:કરોડો કમાયો, માજા મુકી, હવે એઠુ મળે છે ભોજન!
ગાંધીધામ : કાયદાના અમુક પલળેલા તત્વો ચોરી-ચકારીમા પણ હપ્તાવસુલીમાં જ વ્યસ્ત હોય તેવી રીતે આ ઘટનાઓનો સાચો તાગ મેળવી તેની સામે ધાક બેસાડતી કાર્યવાહી કરતા ન હોવાથી તેના પુનરાવર્તન સતત વધી રહ્યુ છે. આવા સમયે જાણકારો ટકોર કરે છે કે,યાદ રાખજા..ચોરી-ચકારી-તસ્કરીના પૈસા ખાનારાઓ કદાપિ સુખી નથી થતા, કુદરતની લાઠી એવી પડે છે કે, તેમના પરીવારમાં કોઈ કાગવાસ નાખનારા પણ બચતા નથી..! વિશ્વાસ ન આવતો હોય તો આ તાજો દાખલો છે તે જોઈ લ્યો. તાજેતરમા જ અમને મળવા માટે એક પૂર્વ ઉચ્ચ અધિકારી આવ્યા હતા. તેમના સમયકાળમાં ખુબ પૈસા કમાયા, પરંતુ આજે તેઓને છોકરાઓ ખાવાનુ પણ એઠું આપી રહ્યા હોવાની ફરીયાદ તેઓ કરતા હતા.ખાવાનુ પણ તેમને આજે યોગ્ય નથી મળતુ. જયારે સમય હતો ત્યારે ખુબ લુંટફાંટ કરી પણ આજે તેઓના છોકરાઓની મતી આવા અનાજ ખાઈને જ બગડી ગઈ અને હવે આ અધિકારીને ખાવાના પણ સાંસા પડી રહ્યા છે. આવા અધિકારીઓની આપવીતીથી બોધપાઠ લેવાશે ખરો..!