ડીપીટી-કંડલાનું માટીપગું પ્રસાસન કંઈક તો ઈમાન જગાડે- દાખવે માનવતા

 

  • ગાંધીધામને વેળાસર ફાળવે સ્મશાનભૂમિ

બે મોભીઓ જાગ્યા.. રજુઆત કરી દેખાડી, પરંતુ નગરપાલિકાના પ્રમુખ-ધારાસભ્ય તથા સાંસદ કેમ ચૂપ.?

કોરોનાની મહામારીમાં વકરી રહી છે સ્થિતી, જોડીયાનગરમાં સિમિત છે સ્મશાનની વ્યવસ્થા, ડીપીટી-કંડલાએ આવા સમયે તો સંકુલની વ્હારે આવુ જ ઘટે : પણ કંડલા સંકુલના મેનેજર હોવા ઉપરાંત માલિક બની બેઠલ ડીપીટી-કંડલા પ્રસાસને કોરોનામાં પણ ન દાખવી સામાજિક ઉતરદાયિત્વ : અન્ય પોર્ટ પર સુવિધાઓ વિકસાવી હોય તો ડીપીટી-કંડલા છુટ્ટા હાથે મદદની કરે છે લ્હાણી, ગાંધીધામ સંકુલને કંઈ પણ દેવાનુ આવે એટલે ચડી જાય તાવ..?

ડીપીટી નં.૧ છે પણ ફકત પોતાના માટે જ છે પ્રજા માટે તો ઠેંગો જ છે, અત્યાર સુધી શું મદદરૂપ બન્યું છે ને ફકત બ્રીટીશ સાશન જેવું જ વર્તાવ રહ્યો છે

મોહન ધારશી અને બાબુભાઈ હુંબલે ૫ોર્ટ સામે આક્રોસ વ્યકત કર્યો પણ જેની પ્રાથમિક જવાબદારી છે તે મુંગા છે..! કારણ કે, સગા સબંધીઓને નોકરીમાં રખાવવા હોય…! અને રાખ્યા પણ છે..! તેઓ કેવી રીતે અવાજ ઉઠાવે ?

ડીપીટી – કંડલાના યુનિયનના હોદેદારો પણ જાગે -આવે આગળ, કરે રજૂઆત…ઃ પોર્ટના અધિકારીઓ બને સકારાત્મક..!

આખાબોલા વર્ગનો આક્રોશ : હવે ડીપીટીના કોઈ સેવકનું મૃત્યુ થાય ત્યારે તેઓને સંકુલના સ્મશાનમાં લાવવાના બદલે ડીપીટીની કચેરી-પંટાગંણમાં જ અંતિમ સંસ્કાર કરવા જોઈએ..શહેરીજનોના સ્મશાનગૃહમાં ડીપીટીના કર્મી-અધિકારીને અંત્યેષ્ઠી કરવા જ દેવી જોઈએ, ડીપીટી ઓફીસ-કચેરીમાં જયારે કર્મચારીઓના અંતિમ સંસ્કાર વીધી કરવામા આવશે ત્યારે જ ડીપીટીના નફાખોર-માટીપગાતંત્રની આંખ ઉગડશે?

ગાંધીધામ : વિશ્વ મહામારી કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. ઠેર-ઠેરથી બિહામણાં દ્રશ્યો ઉભા થવા પામી રહ્યા છે. સરકારના તમામ પ્રયાસો બાદ પણ સંક્રમિતોની સાથોસાથ ડેથરેટ પણ ખુબજ વધી જવા પામી ગયો છે. જેમાથી કચ્છ પણ બાકાત નથી અને હવે ગાંધીધામ-કંડલા સંકુલની સ્થિતી પણ ચિંતાજનક બનવા પામી ગઈ છે.
કંડલા-ગાંધીધામ સંકુલમાં લોકોના કુદરતી ઉપરાંત કોરોનાથી મૃત્યુ થવાના કિસ્સાઓ વધી રહ્યા છે અને અન્ય શહેરોની જેમ જ અહી સ્મશાન પણ ટુંકા પડી રહ્યા હોવાના હૃદયદ્રાવક દ્રશ્યો ઉભા થવા પામી રહ્યા છે. તેવામાં ગાંધીધામ સંકુલની વરસો જુની માંગ ફરી તાજી થવા પામી રહી છે અને તે આ સંકુલને સ્મશાનભુમિ દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ કંડલા ફાળવી દેખાડે. આ માટે ગાંધીધામ સંકુલના માનવતાવાદી બે મોભીઓ બાબુભાઈ ભીમાભાઈ હુંબલ તથા મોહનભાઈ ધારશીએ જાગૃતતા દાખવી અને ડીપીટી સહિતનાઓને આ બાબતે રજુઆત કરી અને હાલમાં સર્જાયેલી કોરોનાની મહામારીની સ્થિતીને જોતા ગાંધીધામને ડીપીટી કંડલા આ સંકુલને માટે સ્મશાનગૃહ નિર્માણ કરવા જમીન ફાળવે તેવી માંગ કરી દેખાડી છે. આ બન્નેને ખરેખર અભિનદન આપવા જોઈએ કે ડીપીટી જેવા નફાખોર તંત્રની સામે આવા મહામારીના સમયે પણ અતિ આવશ્યક સેવાને માટે અવાજ ઉઠાવી રજુઆત કરી દેખાડી છે. પરંતુ અહી સવાલ એ થાય છે કે, શહેરની અને શહેરીજનોને લગતી આ સમસ્યા છે, તેવામાં સુધરાઈના પ્રમુખશ્રી આ વિષયને લઈને કેમ મૌન છે? શહેરીજનોને પડી રહેલી ગંભીર અગવડતા, અંતિમસંસ્કાર વીતીમાં પણ વેઈટીંગ કરવાન નોબત આવતી હોય અને ડીપીટી-કંડલા જે સંકુલમાથી અઢળક અધધ કમાણી કરી રહી છે તેને સ્મશાન માટે પણ જમીન ફાળવી ન શકે? તેવો અવાજ ઉઠાવતા કેમ નથી દેખાતા? પ્રમુખશ્રીને આવા પ્રશ્નોથી અવગત નથી કે શુ? આ જ રીતે ગાંધીધામ સંકુલના આખાય વિસ્તારને સ્પર્શતો આ પ્રશ્ન બની ગયો છે ત્યારે ગાંધીધામના ધારાસભ્ય પણ આ વિષયને લઈને કેમ કયાંય અવાજ ઉઠાવતા ન દેખાયા? ડીપીટી-કંડલા સલગ્ન પ્રશ્નો બાબતે ગાંધીધામના ધારાસભ્યશ્રી કેમ મોળા જ દેખાતા રહ્યા છે? ડીપીટી-પ્રસાસન કેન્દ્રસરકારના શિપિંગ વિભાગ હસ્તક આવે છે તો પછી કચ્છના યુવા સાંસદ ગાંધીધામને સ્મશાન માટે જમીન ફાળવયા તેવી અસરકારક રજુઆત કરતા કેમ નથી દેખાતા? સ્થાનિકના બે મોભીઓને આ વિષય ધ્યાને આવી શકે છે તો ગાંધીધામ સંકુલની પ્રજાએ જેઓને ખાબેલે ખોબલે મતો આવા જ તમામ કામો સરકાર તબક્કે કરાવી આપવાના વચનોની સામે આપ્યા હોય તો તેવા રાજકારણીઓ કેમ સુસ્ત દેખાય છે? તેઓના મોઢે કેમ ડુચ્ચા લાગેલા છે? આવા સવાલો પણ આ તબક્કે મોટા પાયે થવા પામી રહ્યા છે. બીજીતરફ જાણકારો તો એમ પણ કહે છે કે, ડીપીટી-કંડલા પ્રસાસન જે ગાંધીધામ સંકુલમાથી જ અધધ કમાણી કરે છે તેને કયારે મીઠી રીતે-રાજી થઈને કંઈ સુવિધાઓ આપતુ જ નથી. તે ભુતકાળમાં અનેકવખત જોવાઈ ગયુ છે. લીઝહોલ્ડથી ફ્રી હોલ્ડ માટે પણ સંકુલની પ્રબુદ્ધપ્રજાને બંદર બંધ કરવુ પડયુ, રસ્તા પર ઉતરવુ પડયુ, આંદોલનો કર્યા, કરોડોના નુકસાન વેઠયા ત્યારે કાચી-પાકી પોલીસી જાહેર કરી છે હજુય લોકોના ગળે ઉતરી શકી નથી. એટલે આ ડીપીટીનુ તઘલખી તંત્ર છે, તે સંકુલને પ્રેમથી કોઈ જ સુવિધા નહી આપે. ગાંધીધામ સંકુલને તેણે સુવિધાને લઈને તો ચિંતા કરી જ નથી. ભલુ થજો ભે મોભીઓને કે જેઓ જાગ્યા અને રજુઆતો કરી દેખાડી બાકી રાજકારણીઓ તો ફોટા જ પડાવવામાં મશગુલ રહ્યા હોય તેમ દેખાઈ રહ્યુ છે. મતદારો રીતસરના પુછ ીરહ્યા છે કે, આ રાજકારણીઓએ તો શુ કર્યુ? રજુઆત પણ તેઓથી થઈ શકતી નથી? ડીપીટી પાસેથી કંઈ મેળવવુ હોય તો આક્રમક- ધારદાર-અભ્યાસપૂર્વકની સચોટ રજુઆત કરવી જ પડે..!