ડીપીટી-કંડલાની ૯ નંબરની જેટી પર ક્રેઈનમાં ભયાવહ આગ : કેબીન બળીને ખાખ.!

image description
  • એ.વી.જોષી કંપનીની ક્રેઈનમાં મોટી દુર્ઘટના સહેજમાં ટળી : મેઈનટેન્સમાં છીંડા કે પછી?

આગ શોર્ટ સર્કિટના લીધે લાગી છે, એકાદ કલાકમાં નિયંત્રણમાં લેવાઈ ગઈ હતી : પ્રવિણસિંધવી(એે.વી.જોષી)

દિનદયાલ પોર્ટ ટ્રસ્ટમાં આગ-અકસ્માતોની વધતી ઘટનાઓ ચિંતાજનક : ફાયર વિભાગમાં રાત્રે મચી દોડધામ : બે કલાકથી વધુની મથામણ બાદ આગને લેવાઈ કાબુમાં

ખાનગી કંપનીની ક્રેઈનમાં આગની ઘટનામાં ડીપીટી-કંડલા પ્રસાસનને શું લીધા પગલા? આવી ઘટનાઓના પુનરાવર્તન રોકવા માટે કંપનીના પુછાણા લેવા જરૂરી?

ગાંધીધામ : કાર્ગો હેન્ડલીંગમાં દેશભરમાં મોખરે રહેતુ ડીપીટી-કંડલા બંદર એકતરફ વિખ્યાત બની રહ્યુ છે તો બીજીતરફ આ બંદર પર છાશવારે બનતી અકસ્માતોની ઘટનાઆ આ બંદરની પ્રતિષ્ઠાને કયાંકને કયાંક ધક્કો પહોચાડી રહી છે તો અહીના અધિકારીઓ-પ્રસાસનની મહેનત પર પણ પાણી ફેરવવા સમાન જ બની રહી હોવાનો વર્તારો સામે આવવા પામી રહ્યો છે. દરમ્યાન જ જાણવા મળતી વધુ માહીતી અનુસાર ગત રોજ પણ અહીની જેટી નંબર નવ પર આગની ગંભીર ઘટના પ્રકાશમાં આવવા પામી ગઈ છે. અહી ખાનગી પેઢીની ક્રેઈનમાં ભયાવહ આગની ઘટના બનતા એકચોટ તો પ્રસાસનમાં દોડધામ જ મચી જવા પામી ગઈ હતી.આ બાબતે ડીપીટી કંડલા પોર્ટ પ્રસાસનના ફાયર વિભાગની સાથે વાતચીત કરવામા ંઆવતા તેઓએ કહ્યુ હતુ કે, ગઈકાલે પોર્ટની જેટી નંબર નવ પર એવી જોષીની ક્રેઈનમાં આગની ઘટના લાગી હતી જે માટે ફાયરની ટીમો દોડી ગઈ હતી અને અંદાજે દોઢથી બે કલાકમાં આગને કાબુમાં લઈ લીધી હતી. ક્રેઈનની કેબીનમાં આગના લીધે નુકસાન થયુ હોવાનુ તેઓએ જણાવ્યુ હતુ. પ્રાથમિક તારણમાં આગની ઘટના પાછળ શોર્ટ સર્કિટ કારણભુત હોવાનુ મનાય છે.જો કે, અહી સવાલો તો ઘણા થવા પામી રહ્યા છે. ક્રેઈનમાં આગની ઘટના શોર્ટ સર્કીટથી લાગી કે અન્ય કોઈ કારણોસર તેની તપાસ કરવામા આવી રહી છે. પરંતુ કંપની દ્વારા આવી ક્રેઈનના મેઈટેન્નસને લઈને લાપરવાહી રખાઈ હોય તેવુ વિશેષ હાલમાં જોવાઈ રહ્યુ છે. જો નિભાવ અને જાળવણી બરાબર કરવામા આવતી હોય તો આ પ્રકારે આટલી મોટી અને ભયાવહ આગ લાગે કેવી રીતે? ત્રણ-ત્રણ ફાયર ફાયટરને કામે લગાડવા પડયા તેના પરથી જ અંદાજ આવી શકે છે કે, આગ કેટલી મોટી હતી?આ બાબતે એવી જોષીના જવાબદાર શ્રી પ્રવિણસિંધવીનો ટેલીફોનિક સંપર્ક સાંધતા તેઓએ કહ્યુ હતુ કે, આગની ઘટના ગઈકાલે રાત્રે બની હતી અને તે એકાદ કલાકમાં નિયત્રંણમાં લઈ લેવામાં આવી હતી. નિભાવ અને મેઈન્ટેનન્સને લઈને કોઈ પ્રશ્ન નથી થયો, શોર્ટ સર્કિટના લીધે આગ બની હોવાનુ શ્રી પ્રવીણ સિંધવીએ જણાવ્યુ હતુ.