ડીપીટી-કંડલાના પૂર્વ ચેરમેન જનાર્દન રાવનું દુખઃદ નિધન

કોરોના સામેની લડાઈ હાર્યા : દિલ્હી એઈમ્સ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન આજે વહેલી સવારે લીધા અંતિમ શ્વાસ : ડીપીટી-કંડલા ચેરમેન શ્રી મહેતાએ સદગતને પાઠવી હદયાંજલિ : કંડલા-ડીપીટ પોર્ટ વર્તુળમાં ફેલાયો શોક

ગાંધીધામ : કોરોનાની મહામારીએ માજા મુકી છે દરમ્યાન જ કચ્છમાં સેવારત રહેલા યશસ્વી અધિકારીઓ પણ આ મહામારીની સામે જંગ હારી રહ્યા હોવાના એક પછી એક સમાચારો સામે આવવા પામી રહ્યા છે. દરમ્યાન જ દીનદયાલ પોર્ટ ટ્રસ્ટમાં ચેરમેન સહિતના પદો પર યશસ્વી સેવાઓ બજાવનાર જનાર્દન રાવે પણ આજ રોજ દિલ્હી એઈમ્સ ખાતે કોરોનાની સામે લડતા લડતા અંતિમ શ્વાસ લીધા હોવાનુ જાણવા મળી રહ્યુ છે.કોરોનાથી સંક્રમિત થયેલા જર્નાદન રાવ દિલ્હી એઈમ્સમાં પાછલા એકાદ સપ્તાહથી સારવાર લઈ રહયા હતા પરંતુ આજ રોજ વહેલી સવારે તેઓએ અંમિત શ્વાસ લીધા હોવાનુ ડીપીટી-કંડલાના પીઆરઓએ જણાવ્યુ હતુ. આ ઘટના સમગ્ર કંડલા-ડીપીટી પોર્ટ વર્તુળને માટે પણ આઘાતજનક હોવાનુ કહી અને ચેરમેનશ્રી એસ કે મહેતોઅ સદગતને શબ્દાંજલી પાઠવી હતી.નોધનીય છે કે, શ્રી રાવ કંડલા-ડીપીટીમાં યશસ્વી સેવાકાળ બજાવી ચૂકયા છે. તેઓનુ કંડલા કન્ટેઈનર ટર્મિનલ તથા તુણા ટેકારના ડ્રીમ પ્રોજેકટના સ્વપ્નદ્રષ્ટા હતા. તેઓ ૧૯૯૭માં ડીપીટી અને તત્કાલીન કેપીટીમાં નાણાકીય સલાહકાર તરીકે સેવા બજાવી હતી તે બાદ કોચીન પોર્ટ ખાતે ડે.ચેરમેન પદે નિમાયા હતા ત્યાથી વર્ષ ર૦૦૪થી લઈ અને ર૦૦૮ સુધી તેઓ પ્રથમ ઈન્શીયલ ડે.ચેરમેન અને બાદમાં ચેરમેન પદે યશસ્વી સેવાઓ બજાવી હતી. ર૦૦૮થી તેઓ આઈપીએ સંગઠન કે જે મિનિસ્ટ્રી ઓફ શિપિંગ અંતર્ગતનુ છે તેના ચેરમેન પદે હાલતુરંત સુધી સેવારત રહેલા હતા. પાછલા ૧ર વર્ષના સમયગાળામા તેઓ બંદરની અલગ અલગ સમિતિઓમાં ચાવીરૂપ ભુમિકાઓ ભજવતા રહ્યા હતા. ગત ફેબ્રુઆરી ર૦ર૧માં કચ્છના સફેદ રણમાં ઓલ મેજર પોર્ટના ચેરમેનની યોજાયેલી મીટમાં તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.જનાર્દન રાવના નિધનના પગલે કંડલા-ડીપીટી અધિકારી-કર્મચારી આલમ તથા પોર્ટ યુજર્સ અને શિપિંગ ક્ષેત્રના જાણીતા અગ્રણી સહિતનાઓમાં શોકની લાગણી ફરી વળી છે.