ડીઝિટલાઈઝેશન ભણી કચ્છના ટપાલ તંત્રની વધુ એક ડગ

મશીનો આવી ગયા છે, ત્રણભાગોનું એકત્રીતકરણની કામગીરી ચાલી રહી છે, આગામી મહિનાથી ગ્રામીણક્ષેત્રમાં સુવિધા કરી શકાશે શરૂ : અશોકભાઈ ઠકકર (પોસ્ટ માસ્તર એચ.ઓ.)

જિલ્લાના ગ્રામીણ વર્ગને ભુજ મથકનો ગાઉનો ધક્કો બચ્યો ઃ આરઆઈટી(રૂરલ ઈન્ફોર્મેશન ટેકનોલોજી)ના ૪૩૦ મશીનોનો ભુજ એચ.ઓ. ખાતે ખડકલો ઃ જીલ્લાના ૪૩૩ પૈકીના ૪૩૦ સબપોસ્ટબ્રાન્ચમાં ઓનલાઈન સુવિધાઓ બનશે સુલભ ઃ ટપાલતંત્રના કર્મીઓને માટે પણ ડુપ્લીકેશન સહિતની ઝફામાંથી મળશે રાહત

 

ગાંધીધામ : સવાયા કચ્છી પીએમ નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી પ્રોજેકટ પૈકીના જ એક એવા ડીજીટલ ઈન્ડીયાની સાથે કચ્છનુ ટપાલતંત્ર પણ જાણે કે કદમથી કદમ મીલાવી રહ્યુ હોય તેમ અહી વધુ એક હાઈટેક સુવિધા છેવાડાના કચ્છીજનને ઉપલબ્ધ થવા પામી જાય તેવા ચિહ્નો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર જિલ્લાનુ પોસ્ટ વિભાગ કચ્છની કુલ્લે ૪૩૩ પૈકીની સબ પોસ્ટ બ્રાન્ચને પણ ઓનલાઈન સેવાઓ શરૂ કરાવવા જઈ રહ્યુ છે અને તે માટે રૂરલ ઈન્ફોમેર્શન ટેકનોલોજી માટેના મશીનો કંપની મારફતે ભુજ એચ.ઓ.માં આવી પહોંચ્યા છે અને હાલમાં આ મશીનો કે જેના ત્રણ ભાગમાં વિભાજીત છે તેના એકત્રીતકરણનું કામ કંપનીના જવાબદારો દ્વારા જ હાથ ધરવામા આવી ચુકયુ છે. આગામી સમયમાં જીલ્લાની સબબ્રાન્ચોમાં તેને મૂકવામા આવશે. આ બાબતે કચ્છ હેડપોસ્ટ ઓફીસના પોસ્ટ માસ્તર અમુલભાઈ ઠકકરની સાથે વાતચીત કરતા તેઓએ
કહ્યુ હતુ કે જિલ્લામાં કુલ્લ ૪૩૩ સબ પોસ્ટ બ્રાન્ચ આવેલી છે તેની સામે હાલમાં ૪૩૦ મશીનો આવી ગયા છે. જેના એકત્રીતકરણની કામગીરી પૂર્ણ થતા જ આગામી માસમાં ગામડાઓમાં પણ ઓનલાઈન સલગ્ન ટપાલની વિવિધ સેવાઓ ઉપલબ્ધ બનાવવામા આવી જઈ શકશે. આ મશીનો સબ પોસ્ટ બ્રાન્ચમાં અમલી બનાવી દેવામા આવવાથી એક તો માહીતીના ડુપ્લીકેશન અટકી જશે અને બીજુ છેવાડાના ગ્રમાણ વર્ગને તેમના જ ગામમાં વિવિધ સેવાઓ મળતી થવા પામી જશે એટલે તેઓને ભુજ એચ.ઓ. સુધીનો ધક્કો નહી ખાવો પડે. એરટેલના નેટવર્કથી આ નવતર મશીનો ચલાવાશે.