ડીઆરઆઈનો સપાટો : મુન્દ્રા બંદરેથી  આયાત થયેલ ૩૦૦ વોકી-ટોકી જપ્ત

દિલ્હીની મેસર્સ અંબેર ઓવરસીસ દ્વારા ગેરકાયદે રીતે કરાઈ હતી આયાત : એલઈડી સ્ટ્રીપ લાઈટ આયાત કરવાના નામે ચલાવાતું હતું કૌભાંડ : હેન્ડસ ફ્રી-ચાર્જર સહિતની એસસરિજ પણ કરાઈ જપ્ત

મુન્દ્રા : પાછલા લાંબા સમયથી મુંદરા બંદરે મિસડીકલેરેશનકૌભાંડોમાં ઉછાળો આવવા પામી રહ્યો છે. ગાંધીધામથી લઈ અને અમદાવાદ-મુંબઈ સુધીની ડીઆરઆઈની ટીમ અહીથી એક પછી એક આવા પ્રકરણો પર ધોંષ બોલાવી રહી છે. દરમ્યાન જ આજ રોજ અમદાવાદ ડીઆરઆઈ દ્વારા વધુ એક સપાટો બોલાવવામા આવી ગયો હોવાનુ માલુમ પડી રહ્યુ છે.
આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર મુંદરા બંદર ખાતેથી અમદાવાદ ડાયરેકટર ઓફ રેવેન્યુ ઈન્ટેલીજન્સની ટીમને મળેલ ઈનપુટસના આધારે પાછલા અમુક સમયથી અહી રાખેલી વોચના આાધારે આજ રોજ કસ્ટમતંત્રને સાથે રાખી અને અહીથી દિલ્હીની મેસર્સં અંબેર ઓવરસીસ દ્વારા ગેરકાયદેસર રીતે આયાત કરવામા આવેલ એલઈડી સ્ટ્રીપ લાઈટના નામે ચલાવાયેલ કૌભાંડનો વધુ એક પર્દાફાશ કરી દીધો છે. એજન્સીએ બોલાવેલા સપાટામાં પ્રતિબંધીત એવા વોકીટોકીના ૩૦૦ નંગની સાથે હેન્ડસ ફ્રી ચાર્જર સહીતની એસસરીઝ પણ જપ્ત કરવામા આવી હતી. વોકીટોકીની આયાત કરવાને માટે પુર્વ મંજુરી લેવી પડતી હોય છે. પરંતુ દીલ્હીની પેઢી દ્વારા મિસડીકલેરેશન કરી અને વોકીટોકીની ગેરકાયદે આયાત કરવામા આવી છે. સમગ્ર પ્રકરણન પ્રાથમિક તપાસ ચલાવાઈ રહી છે. સીએચે તથા આયાતકાર પેઢી સહિતનાઓએ એજન્સીઓ દ્વારા તેડુ મોકલાઈ રહ્યુ છે અને તે આવ્યા બાદ તેમની પુછતાછ પછી સમગ્ર પ્રકરણમાં વધુ નવા કડાકાભડાકા થાય તેમ મનાય છે.