ડાંગની હોટેલમાંથી ર૩ લાખના દારૂ સાથે ત્રણની ધરપકડ

અમદાવાદના કણભામાંથી દારૂનું આખેઆખું ગોડાઉન ઝડપાયું : ૧૧ લાખના દારૂના જથ્થા સાથે પાંચ ઝડપાયા

 

ગાંધીનગર : રાજયમાં દારૂની હેરફેર દારૂબંધી છતા પણ ધુમ થવા પામી રહી હોવાની સ્થિતી સામે આવવા પામી રહી છે. આજ રોજ ડાંગના સાપુતારા નજીકના માલેગાંવની યાજ્ઞીક હોટેલમાથી ર૩ લાખના દારાના જથ્થા સાથે ત્રણ શખ્સો પકડાઈ જવા પામી ગયા છે. ટ્રકનો ડ્રાયવર તથા હેાટેલના બે સંચાલકોની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવાઈ છે. ર૩ લાખના દારૂના જથ્થા સાથે કુલ્લ ૪૮ લાખનો મુદામાલ કબ્જે કરી લેવાયો છે. તો વળી બીજીતરફ અમદાવાદના કણભામાંથી પણ ૧૧ લાખના દારૂના જથ્થા સાથે પાંચ શખ્સોને પકડી પાડવામા આવ્યો છે. અહીથી દારૂનું આખેઆખુ ગોડાઉન જ પકડી લેવામા આવ્યુ હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.
કાંચની બોટલો સંગ્રહ કરવાની આડમાં દારૂની હેરફેર થતી હોવાનો ખુલાસો થવા પામી ગયો છે.