ડાંગની આદિવાસી યુવતીએ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ

ડાંગઃ ઇન્ડોનેશિયામાં ગુજરાતની મહિલાએ ગૉલ્ડ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે. ઈન્ડોનેશિયા ખાતે યોજાયેલી એશિયન ગેમ્સમાં સરિતા ગાયકવાડ નામની ડાંગની મહિલાએ ૪૦૦ મીટર રીલે દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સિદ્ધિ સાથે સમગ્ર દેશ અને ગુજરાત સહિત ડાંગનું ગૌરવ વધ્યુ છે. સરિતાએ ગોલ્ડ મેડલ જીતતા પરિવાર સહિત ગામમાં ખુશીનો માહોલ છવાયો છે.
ઇન્ડોનેશિયા ખાતે એશિયન ગેમ્સ યોજાઈ હતી જેમાં ડાંગની યુવતી સરિતા ગાયકવાડે ગોલ્ડ મેડલ જીત્યો છે. સરિતાએ આ મેડલ ૪૦૦ મીટર રીલે દોડ માત્ર ૫૮.૮ સેકન્ડ સાથે જીત્યો. સરિતાએ ગોલ્ડ મેળવતા ગુજરાત-ડાંગનું ગૌરવ વધ્યું છે. સરિતાએ ઈન્ડોનેશિયામાં ગોલ્ડ મેડલ મેળવતા પરિવાર સહિત ગામમાં ખુશીનો માહોલ છવાયો છે.