ડાંગના લશ્કર્યા ગામે યુવાને કુહાડી વડે હુમલો કરતાં એકનું મોત

(જી.એન.એસ.)ડાંગ,ડાંગ જિલ્લાનાં લશ્કર્યા ગામે એક યુવાને ત્રણ ઈસમો પર કુહાડી વડે હુમલો કરતા એકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. જ્યારે બે ઈસમોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટનાની જાણ આહવા પોલીસની ટીમને થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો. જ્યાંથી આરોપીને અટકાયતમાં લઈ વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.મળતી માહિતી અનુસાર ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં આહવા નવાપુર રોડ પર આવેલા લશકર્યા ગામે ગઈકાલે સાંજે પાંચ વાગ્યાનાં અરસામાં ચંદુભાઈ પવારે ચિકન લેવા માટે દુકાન પર ગયા હતા. જ્યાં અરૂણ ભાઈ પવારે પહેલાના ઉધાર રૂપિયા આપીને લઇ જવા કહ્યું હતું. તેમની બોલાચાલી થતાં ઉશ્કેરાઈને હાથમાં કુહાડી લઈને અરૂણભાઈ ચંદુભાઈ ભોયેરે હુમલો કર્યો હતો. બાજુમાં ઉભા રહેલ ગણપત લહાનુ ગાયકવાડે તેમનો બચાવ કરતા તેમના પર ઈસમે માથાનાં ભાગે તેમજ શરીરનાં ભાગે કુહાડીનાં ઘા ઝીંકતા ગંભીર ઈજાઓ પોહચી હતી.આ બનાવની જાણ ગ્રામજનોને થતા લોકોનાં ટોળે ટોળા દોડી આવ્યા હતા. તેમજ આ બનાવની જાણ આહવા પોલીસની ટીમને થતા આહવા પોલીસની ટીમનો કાફલો તુરંત જ ઘટના સ્થળે ધસી ગયો હતો. અહીં પોલીસની ટીમને જોઈ આ હુમલાખોર ઈસમ કુહાડી સાથે ઘરમાં ભરાઈ ગયો હતો.આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રણેય યુવાનોને તાત્કાલિક સારવારનાં અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નજીકની આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. જે ત્રણ યુવાનોમાંથી અરૂણભાઈ ચંદુભાઈ ભોયે લશકર્યાનું ગંભીર ઈજાઓનાં પગલે ટૂંકી સારવાર દરમ્યાન આહવા સિવિલ હોસ્પિટલમાં જ મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. હાલમાં આહવા પોલીસની ટીમે હુમલાખોર આરોપીની અટકાયત કરી વધુ તજવીજ હાથ ધરી છે.