ડભોઈ ભાજપના ઉમેદવારે આપ્યું વિવાદીત નિવેદન

વડોદરા : ગુજરાતની ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ છે ત્યારે વડોદરાના ડભોઈ બેઠકના ભાજપના ઉમેદાર શૈલેષ સોટ્ટાએ વિવાદીત નિવેદન આપ્યુ છે. તેઓએ એક કાર્યક્રમમાં ચોકકસ જ્ઞાતીને સંબોધીને કહ્યુ હતુ કે, ેમની વસ્તી ઘટાડવાની જરૂર છે. તેઓએ એમ પણ કહ્યુ કે, આવુ બોલતા મને રોકવાનો પ્રયાસ થયો હતો પરંતુ મે કહ્યુ કે, ૯૦ ટકા વસ્તી મારી પડખે ઉભી છે તો ે દસ ટકા વસ્તી માટે બોલવાનુ કેમ બંધ કરૂ?જે કોમમાં જન્મયા હોય તેના માટે બોલવાનુ ન હોય તો ચૂંટણી ન લડવી જાઈએ.
તેઓએ વધુમાં ચીમકી આપતા કહ્યુ હતુ કે, ડભોઈમાં છમકલાઓ બંધ થવા જાઈએ નહી તો ‘ઈટનો જવાબ પથ્થરથી મળશે’. એટલુ જ નહી તેઓએ પોતાના પ્રતીસ્પર્ધી ઉમેદવારને આડેહાથ લઈ અને કહ્યુ હતુ કે હું તેમની જેમ ‘મસ્જીદ-મદરેસા’માટે દાન નહી આપુ. આવા નિવેદનથી હવે રાજકારણ ગરમાઈ જવા પામી ગયુ છે.