ભુજ : શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત અને ઠગાઈના ગુનામાં છેલ્લા 3 વર્ષથી ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે અમદાવાદના ચાંદખેડામાં રહેતા સ્વરાજ લબ્ધીકુમાર મોમાયા નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. આ આરોપી મુળ ગાંધીધામનો વતની છે. અને હાલ પોતાની ધરપકડ ટાળવા અમદાવાદમાં રહેતો હતો. પેરોલ ફર્લો સ્કવોર્ડ પશ્ચિમ કચ્છની ટીમે આરોપીને અમદાવાદમાંથી ઝડપી પાડી પુછપરછ કરતા પોતે નાસતો ફરતો હોવાની કેફિયત પોલીસને આપી હતી. જેથી એ ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી છે.