ટ્રેન-સ્કુલવાન વચ્ચે : ઉ.પ્રદેશમાં મોતની ટક્કર : ૧૩ જીંદગીનો અંત

ઉત્તરપ્રદેશના કુશીનગરમાં સ્કૂલવાન સાથે ટકરાઇ ટ્રેન : યુપી સરકારનો
મૃતકને સધીયારો : પરીવારજનોને ર-ર લાખની સહાયની કરાઈ જાહેરાત : ૧૮ ઈજાગ્રસ્તો પૈકીના સાતની હાલત નાજુક : મૃતાંક વધવાની દહેશત

કોવિન્દ, મોદી અને યોગીએ દુખ વ્યક્ત કર્યુ

રેલવે ક્રોસીક કેમ બન્યુ મોતનું ફાટક?
લખનૌ : યુપીમાં મોતના ફાટક પાસે જે અકસ્માત થવા પામી હતી તે અંગે મોટો ખુલાસો થવા પામી ગયો છે. સ્કુલવાનનો ચાલક કાનમાં ઈયર ફોન નાખીને વાહન ચલાવતો હતો તેથી ટ્રેન આવતી હોવાનું તેને સંભળાયુ ન હતુ અને અકસ્માત માનવરહિત રેલવે ફાટક મોતનું ફાટક બની ગયુ હતુ.

 

કુશીનગરઃ ઉત્તરપ્રદેશના કુશીનગરમાં દર્દનાક દુર્ઘટના બની છે. દુદહી રેલવે ક્રોસિંગ પર ટ્રેન સ્કૂલ વાનને ટકરાતા ૧૩ બાળકોના મોત થયા હતા. આ અકસ્માતમાં સ્કૂલ વાનના ડ્રાઇવરનું પણ મોત થયું હતુ. કુશીનગરની ડિવાઇન મિશન સ્કૂલના બાળકોને લઇને જતી વાન માનવરહિત રેલવે ક્રોસિગને પાર કરી રહી હતી તે દરમિયાન તે પેસેન્જર ટ્રેન સાથે ટકરાઇ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત-બચાવ કાર્ય શરૂ કર્યું હતું. બાળકોના મૃતદેહો જોઇ સ્થળ પર હાજર લોકો પણ રડવા લાગ્યા હતા.મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું અને જિલ્લા વહીવટીતંત્રને યોગ્ય પગલા લેવાના આદેશ આપ્યા હતા. યોગીએ તપાસના આદેશ આપ્યા હતા અને મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી હતી.