ટ્રેડ વૉરના ટકોરાઃ સેન્સેક્સમાં મોટો કડાકો

રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧.૯૬ કરોડનું ધોવાણ

 

મુંબઈઃ ચીન અને અમેરિકાના આક્રમક વલણને કારણે સર્જાયેલા ટ્રેડવોરના ભયે વૈશ્ર્‌વિક ઇક્વિટી માર્કેટને ભરડામાં લીધું હોવાથી શરૂ થયેલી વેચવાલીએ સેન્સેક્સ અને નિફ્‌ટી બંનેને ત્રણ સપ્તાહની નીચી સપાટીએ દકેલી દીધા હતાં અને રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧.૯૬ લાખ કરોડનું ધોવાણ નોંધાયું હતું. સપ્તાહના
પહેલા જ દિવસે પડેલા કડાકાને કારણે બીએસઇ લિસ્ટેડ શેરોના મૂલ્યમાં રૂ. ૧,૯૬,૧૩૦.૮૪ કરોડનું દોવાણ થયું હતું અને તે રૂ. ૧,૫૫,૪૩,૬૫૭ કરોડના સ્તરે પહોંચ્યું હતું. સોમવારે રૂપિયો ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે ઈન્ટ્રા ડેમાં વધુ ૧.૩ ટકાના કડાકા સાથે ૭૨.૬૭૩૫ની નવી નીચી સપાટીને
સ્પર્શી જતાં બજારમાં સાર્વત્રિક ગભરાટભરી વેચવાલી જોવા મળી હતી. જોકે, બાદમાં રૂપિયામાં થોડી રિકવરી જોવા મળી હતી.૨૦૧૮માં અત્યાર સુધીમાં રૂપિયાના મૂલ્યમાં ૧૩ ટકા જેટલું ધોવાણ થયું છે. માર્કેટબ્રેથ નબળી પડી ગઇ હતી. સેન્સેક્સમાંના ૨૬ શેરોમાં પીછેહઠ નોંધાઇ હતી. બીએસઇ પર ૧૬૯૧ શેરમાં ઘટાડો હતો અને ૧૦૪૧ શેરમાં સુધારો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સ ઉપરમાં ૩૮૩૫૪.૫૨ અને નીચામાં ૩૭૮૮૨.૮૩ પોઈન્ટ્‌સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૪૬૭.૬૫ પોઈન્ટ્‌સના ધોવાણ સાથે ૩૭૯૨૨.૧૭ પોઈન્ટ્‌સની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્‌ટી પણ ઉપરમાં ૧૧,૫૭૩.૦૦ અને નીચામાં ૧૧,૪૩૦.૪૫ પોઈન્ટસની વચ્ચે ટ્રેડ થયા બાદ ૧૫૧.૦૦ પોઈન્ટ્‌સ અથવા તો ૧.૩૦ ટકાના ઘટાડા સાથે ૧૧,૪૩૮.૧૦ પોઈન્ટ્‌સની સપાટીએ બંધ રહ્યો હતો. બજારના સાધનોએ જણાવ્યું હતું કે ચીન અને અમેરિકાના વલણને કારણે ટ્રેડ વોરની ભીતી ફરી સપાટી પર આવવા સાથે વૈશ્ર્‌વિક ઇક્વિટી માર્કેટમાં મંદીનો ટોન જામતા તેમ જ સ્થાનિક સ્તરે ડોલર સામે વિદેશી હૂંડિયામણ બજારમાં રૂપિયો ઇન્ટ્રા-ડે ૭૨.૬૭ બોલાઇ જતાં ગભરાટભરી વેચવાલી શરૂ થઇ ગઇ હતી. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે પાછલા શુક્રવારે ચીનથી થતી તમામ આઇટમોની આયાત પર જકાત લાદવાની ધમકી ઉચ્ચારી હતી. આને પગલે ટ્રેડ વોર વકરવાની અને ઇર્મજિંગ માર્કેટ્‌સ પર તેની માઠી અસર થવાના ભયને કારણે વૈશ્ર્‌વિક બજારોનો ટોન ધ્રુજરો બન્યો હતો. ચીને પણ અમેરિકા સામે વળતા પગલાં લેવાની ધમકી આપી છે. આ ઉપરાંત મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસીસના કને પણ સેન્ટિમેન્ટ બગાડ્‌યું હતુ.