ટ્રમ્પ ફરી મોદી પર આફરીન

વોશિંગ્ટન : અમેરીકાના રાષ્ટ્રપતી ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યુ છે કે ભારત રશીયા અને ચીન જેવા દેશો સાથે કામ કરવુ ઘણી સારી વાત છે. ટ્રમ્પ રશીયા સાથે સબંધ સુધારવા તરફની પહેલને લઈને થઈ રહેલી આલોચના પર પ્રતિક્રીયા આપી રહ્યા હતા. ટ્રમ્પે નોર્વેના વડાપ્રધાન સાથે વ્હાઈટ હાઉસમાં સંયુકત નવેદનમાં જણાવ્યુ છે કે, રશીયા અથવા ચીન અથવા ભારત તેમજ અન્ય કોઈ દેશ સાથે કામ કરવુ ઘણી સારી વાત છે. તેઓએ ખાસ કહ્યુ કે નરેન્દ્ર મોદી ભારતને નવી દિશા તરફ લઈ જઈ રહ્યા છે. ટ્રમ્પે મોદીની પ્રશંસા કરતા કહ્યુ હતુ કે, તેઓની નજર સેનાને મજબુત કરવા, મોટા પ્રમાણમાં તેલ અને ગેસ તેમજ ઉર્જાનો ભંડાર કરવા પર છે.