ટ્રમ્પ ટાવરમાં આગ : એકનું મોત

ન્યુયોર્ક : અમેરિકાના ન્યૂયોર્કમાં ટ્રંપ ટાવરમાં શનિવારે આગ લાગી હતી. જેમાં એકનું મોત થયું છે. જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે. ટ્રંપ ટાવરના ૫૦માં માળે આગ લાગી હતી. જોકે ફાયરબ્રિગેડે તાત્કાલીક પહોંચીને આગ ઓલવી હતી. આ પહેલા પણ જાન્યુઆરીમાં આ ઈમારતમાં આગ લાગી હતી. મહત્વનું છે કે આ ટ્રંપ ટાવર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપનું છે. ઘટના સમયે આ ઈમારતમાં ટ્રંપ પરિવારના કોઈ સદસ્ય હાજર ન હતા. બિઝનેસ મેન રહેલા રાષ્ટ્રપતિ ટ્રંપના તમામ કારોબારનું સંચાલન આ ટ્રંપ ટાવરમાંથી થાય છે. અને તેમનો પરિવાર પણ આ ટાવરમાં રહે છે. તેથી ટ્રંપ ટાવર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપનું બીજુ ઘર છે. તેમનું સત્તાવાર નિવાસસ્થાન વ્હાઈટ હાઉસ છે.