ટ્રમ્પનો ‘યુ-ટર્ન’ઃ પેરિસ જળવાયુ સંધિમાં પરત ફરી શકે છે અમેરિકા

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગત વર્ષ પેરિસ જળવાયુ સંધિમાંથી અમેરિકાનું નામ પરત લઈને વિશ્વમાં આંચકારુપ નિર્ણય કર્યો હતો. જોકે હવે અમેરિકાએ પેરિસ જળવાયુ સંધિમાં પરત ફરવાના સંકેત આપ્યા છે. ટ્રમ્પે તેના એક ભાષણ દરમિયાન માહિતી આપતા કહ્યું કે, તેનો દેશ પેરિસ જળવાયુ સંધિમાં પરત ફરી શકે છે.આપને જણાવી દઈએ કે, ડોનાલ્ડ ટ્રમ્પે ગત વર્ષે જૂન મહિનામાં ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ઉત્સર્જન પર રોક લગાવવા વર્ષ ૨૦૧૫માં બનાવવામાં આવેલી પેરિસ જળવાયુ સંધિમાંથી પોતાને અલગ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સંધિમાંથી અલગ થવાની પ્રક્રિયા ઘણી લાંબી હોય છે, જેથી ટ્રમ્પે જ્યારે અમેરિકાને આ સંધિમાંથી અલગ કરવાની વાત કરી ત્યારે એ સવાલ થયો કે, શું ખરેખર ટ્રમ્પ આ સંધિમાંથી અમેરિકાને અલગ કરશે?નોર્વેના વડાપ્રધાન એર્ના સોલબર્ગ સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કરવા દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે પોતાને પર્યાવરણના હિતચિંતક ગણાવ્યા હતા.