ટ્રમ્પની હાકલને પગલે જી-૭ દેશોમાં પડશે ફૂટ

કૅનેડાઃ જી-૭ જૂથના રાષ્ટ્રોમાં રશિયાનો ફરી સમાવેશ કરવાની આઘાતજનક હાકલ કરીને અમેરિકાના પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે પશ્ર્‌ચિમના દેશો સાથેના જોડાણ વચ્ચેની તિરાડ વધુ પહોળી કરી હતી. ક્યૂબૅક ખાતે યોજાયેલી બે દિવસની જી-૭ શિખર
પરિષદમાં વેપાર, હવામાન, ઈરાન અને હવે રશિયા અંગેના ટ્રમ્પના વલણ અંગે યુરોપિયન દેશોએ ચેતવણી ઉચ્ચારી હતી. સ્ટીલ અને ઍલ્યુમિનિયમ પર લાદેલા કરવેરાથી અગાઉ જ રોષે ભરાયેલા સાથીદેશોને હવે જી-૭માં રશિયાનો સમાવેશ કરવાના ટ્રમ્પના નિવેદન તેમ જ ટ્રેડવૉરને ઉત્તેજન આપતાં અમેરિકાનાં પગલાંને કારણે યુનાઈટેડ વૅસ્ટર્ન ફ્રન્ટમાં ફૂટ પડશે એવો ભય લાગી રહ્યો છે.