ટ્રમ્પની નીતિ અમેરિકા માટે ખતરનાકઃ અનામ ઓપ-એડથી ખળભળાટ

વોશિંગ્ટનઃ અમેરિકા માટે ડોનલ્ડ ટ્રમ્પની અનિયમિત, ધૂની, ચંચળ, બેફામ, નિરંકુશ, નૈતિક મૂલ્ય વિનાનું વર્તન હાનિકારક છે, એવી ચેતવણી એક ટોચના અમેરિકી અધિકારીએ સ્ફોટક ઓપ-એડ લેખમાં ઉચ્ચારી છે. જોકે આ લેખ અનામ છે. ટોચના ઘણા અધિકારીઓ પ્રમુખની કાર્યસૂચીના હિસ્સાઓને છિન્નભિન્ન કે ભગ્ન કરવા, તેના વલણ, રુચી તેમ જ ઝોકને નિષ્ફળ તથા નાઉમેદ કરીને હતાશા દેવા ખંતપૂર્વક પ્રયાસો કર્યા છે. જોેકે ડોનલ્ડ ટ્રમ્પના વલણ અને વહીવટ પર થયેલા આ અભૂતપૂર્વ શાબ્દીક હુમલાથી છંછેડાયેલા ટ્રમ્પે આ લેખને ‘રાષ્ટ્રદ્રોહ’, ‘વિશ્વાસઘાત’ તેમ જ આત્મબળ અને ચારિત્ર્યબળ વગરનાં લેખાવ્યા હતા. ન્યૂ યોર્ક ટાઇમ્સમાં ‘આઈ એમ પાર્ટ ઓફ ધ રેઝીઝટન્સ ઈનસાઈડ ધ ટ્રમ્પ એડમિનીસ્ટ્રેશન’ નામક ઓપેડ લેખ છાપ્યો હતો. પ્રમુખ ટ્રમ્પના પ્રમુખપદા સામે કસોટી છે. કેટલાક છાપા અને સાપ્તાહિકમાં ટ્રમ્પ પ્રશાસનની કટુ ટીકા થતો અહેવાલ વહીવટીતંત્રની અંદરના લોકોના અભિપ્રાયથી પ્રકાશિત થયા છે. જ્યારે ધ ટાઈમ્સના એક લેખ અંગે અખબારનો જ ઉધડો લઈ નાખતાં ટ્રમ્પે કહ્યું કે નનામા, ઓળખ કે વ્યક્તિનું નામ આપ્યા વગર છાપેલા લેખ તો આત્મબળ અને ચારિત્ર્યબળ વગરના સંપાદકીય જ લેખાવાય. ધ ટાઈમ્સ આમ બોલનાર વ્યક્તિની ઓળખ છતી કરે, એવી હું માગણી કરું છું, એમ ટ્રમ્પે ટ્‌વીટ કર્યું છે. ઉક્ત દૈનિકમાં ઓળખ કે નામ છાપ્યા વગર ભાગ્યે જ કોઈના અભિપ્રાયો અને અવતરણો ટાંકવામાં આવે છે. જો ઓળખ અને હોદ્દો પ્રકાશિત કરીશું તો તે અધિકારીની નોકરી જોખમાય અને તેની પર ખાર રાખીને વામણો ચીતરવાના પ્રયાસ થવાની પૂરેપૂરી શક્યતા છે.