ટ્રકે અડફેટે લેતા બાઇક પર જતાં એક જ પરિવારના ૩ લોકોના મોતથી અરેરાટી

(જી.એન.એસ.)અમરેલી,રાજુલાના ચારનાળા રોડ પર બાઈક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ૩ લોકોના ઘટના સ્થળ પર મોત નિપજ્યા હતા. માતા,પિતા અને પુત્રનું ઘટના સ્થળે મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી. ૩ લોકોના એક સાથે મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.આ ત્રણેય મૃતક રાજુલાના ચોત્રા ગામના દેવીપૂજક પરિવારના હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી ઘટના સ્થળ પર પહોંચી પરિવારને સાંત્વના આપી હતી.