ટૌકતે વાવાઝોડું કચ્છના બદલે દક્ષિણ ગુજરાત- રાજસ્થાન તરફ ફંટાવવાની સંભાવનાઓ…!

આઈએમડી વિભાગે આજે ૧ વાગ્યે જાહેર કર્યું બુલેટીન : પોરબંદરથી નલીયાની વચ્ચે ટકરાવવાની પેટર્ન વાવાઝોડાની બદલાઈ હોવાનો અંદાજ : હવે અમદાવાદ-સુરત-વડોદરા-વલસાડ-ડુંગરપુર અને રાજસ્થાન તરફ આગળ વધે તેવી શકયતાઓ : જો કે, દરિયાઈ કચ્છ સહિતના વિસ્તારો એલર્ટ પર જ રખાયા : કંડલામાં ૧ નંબરનું ભયજનક સિગનલ યથાવત, રાહત-બચાવ સહિતના એકશન પ્લાનને લઈને તંત્ર તૈયાર

ગાંધીધામ : ટૌકતે વાવાઝોડુ તેની પેટર્ન બદલી રહ્યુ હોવાનો વર્તારો આજ રોજ સામે આવવા પામી રહ્યો છે. ૧૭થી૧૮મી સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છને આ વાવાજોડુ સ્પર્શ કરે તેવી સંભાવનઓ દર્શાવાઈ હતી પરંતુ આજ રોજ વાવાજોડાની જોવાતી પેટર્ન જોતા હવે તે કચ્છના બદલે દક્ષીણ ગુજરાત અને રાજસ્થાન તરફ ફંટાય તેમ જાણકારો-નિષ્ણાંતો અનુમાન આંકી રહ્યા છે. ટૌકતે વાવાજોડુ આજ રોજ પણજીથી આગળ વધીને રત્નાગીરી તરફ આગળ વધી રહ્યુ છે. ધીરે ધીરે તેને પેટર્ન બદલી છે. ૧૬મીએ પુણે-મુૃંબઈ અને રત્નાગીરીને હીટ કરશે.તે જ રાત્રીના તે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી શકે છે. ૧૭મીએ તે મુંબઈ અને પાલઘરને વધુ પ્રભાવિત કરી શકે છે. આ વાવાજોડુ હાલના તબક્કે કચ્છના બદલે દક્ષિણ ગુજરાત તરફ ફંટાઈ ગયાનો વર્તારે દેખાઈ રહ્યો છે. હવે આ વાવાઝોડુ સુરત-વલસાડ-ભાવનગર-વડોદરા-અમદાવાદ-આણંદ અને ડુંગરપુર તરફ આગળ વધી રહ્યુ છે. બદલાતી પેર્ટન અનુસાર આ વાવાઝોડુ રાજસ્થાન તરફ આગળ વધી રહ્યુ હોવાને દુખાય છે. આજે સાંજે હજુય તેની પેટર્ન બદલે તેવી શકયતાઓ વધુ દેખાય છે. જો કે, આજ રોજ બપોરે ૧ કલાકે હવામાન વિભાગ આઈએમડીના ડાયરેકટર શ્રીમતી મોહંતીએ આપેલી માહીતીઓ અનુસાર વાવાઝોડની તીવ્ર અસર હશે. પોરબંદરથી નલીયાની વચ્ચે ટકારાય તેવી શકયતાઓ દર્શાવાઈ રહી છે. મંગળવારે આ વાવાઝોડાની તીવ્ર અસર વર્તાશે. ૧૭મીએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની પણ સંભાવનાઓ દર્શાવાઈ છે. દક્ષીણ ગુજરાતભાં ભારે વરસાદ પડી શકે છે તેવા એંધાણ દર્શાવાયા છે. જો કે, આ બાબતે ડીપીટી કંડલાના પીઆરઓએ આપેલી માહીતી અનુસાર વિશેષ આજે કોઈ જ નવી સુચનાઓ મળવા પામી નથી. અને બંદર પર ભયજનક સુચન ગઈકાલ મુજબનુ જ લગાવાવમાં આવ્યુ અને એકશન પ્લાન તૈયાર જ હોવાનુ જણાવ્યુ હતુ.

૧૭મીથી ડીપીટીનો ટૌકતે માટેનો કન્ટ્રોલ રૂમ શરૂ કરાશે

ગાંધીધામ :ટૌકતે વાવાઝોડાની આફતની સામે ડીપીટી કડલા દ્વારા કન્ટ્રોલરૂમ આગામી ૧૭મી મના બે વાગ્યાથી શરૂ થવા પામી જશે. આ માટેના નંબર ૦ર૮૩૬ રર૦૦૩૩ તથા મોબાઈલ નંબર ૯૮રપરર૩૩૪૮ પર સંપર્ક કરી શકાશે. આ કન્ટ્રોલ રૂમના ઈન્ચાર્જ તરીકે ડે.સેક્રેટરી યોગેશસિંગ નિયુકત કરાયા છે. કન્ટ્રોલ રૂમ સીસીટીવી રૂમ, ઈડીપી સેકશન, ગ્રાઉન્ડ ફલોશ, એ.ઓ. બિલ્ડીગ ખાતે શરૂ કરવામા આવશે. આ ઉપરાંત અલગ અલગ અધિકારીઓને ૧૭થી ર૧મી મે સુધીમાં આ કન્ટ્રોલરૂમ ખાતે સેવાઓ બજાવવાનો આદેશ પણ આપી દેવામા આવ્યો છે જેઓ જિલ્લા પ્રસાસન અને વહીવટીતંત્ર ઉપરાંતના વીભાગોની સાથે સંકલન સાધશે.