ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી જી સાથિયાન ક્વાલિફાય થયો

(જી.એન.એસ)હૈદરાબાદ,ભારતના સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી જી સાથિયાન ૨૩ જુલાઈથી શરૂ થઈ રહેલી ટોક્યો ઓલિમ્પિક માટે ક્વાલિફાઈ થઈ ચૂક્યો છે. સાથિયાને બે જીતની સાથે એશિયાઈ ઓલિમ્પિક ક્વાલિફિકેશન ટૂર્નામેન્ટમાં સાઉથ એશિયા ગૃપમાં ટોપ પર પહોંચીને ઓલિમ્પિક માટે ક્વાલિફાઈ થયા હતા. ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ થયા બાદ તેમણે કહ્યું, આ મોટી ઈવેન્ટ માટે તેઓ કઈ રીતે તૈયારી કરી રહ્યા છે અને તેમણે પોતાના ફેન્સની શુભેચ્છાઓ બદલ પણ આભાર માન્યો હતો.ભારતના સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી જી સાથિયાએ કહ્યું, હું ૫ ઓલિમ્પિક રિંગ્સ જોઈને જ મોટો થયો છું અને બાળપણથી મારું સપનું હતું કે ભારતને ઓલિમ્પિકમાં રિપ્રેઝન્ટ કરું. વર્ષ ૨૦૨૧માં સૌથી જરૂરી ટૂર્નામેન્ટ ઓલિમ્પિક ક્વાલિફાયર્સ અને નેશનલ્સ હતા. આ બંને ટૂર્નામેન્ટમાં જેવી રીતે ટેબલનો ઉપયોગ થાય છે તેવા ટેબલ અમે લાવ્યા હતા. નેશનલ ગેમ જીતવાના કારણે મારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે અને આ જ આત્મવિશ્વાસ મને ઓલિમ્પિક ક્વાલિફાયર્સ સુધી લઈ ગયો હતો. જાપાન લીગ એ મારા માટે સૌથી અઘરી લીગ હતી. આના કારણે મને ઓલિમ્પિકમાં પણ મદદ મળી હતી.