ટેસ્ટ અને રસી બંને ફરજીયાત લેવા જોઇએ – ગુરપાલસિંહ ગિલ-અમૃતસરના પ્રવાસી

ભુજ : આ વ્યવસ્થા ઉત્તમ છે. દરેકનો કોરોના કોવીડ-૧૯ નો રેપીડ ટેસ્ટ થવો જરૂરી છે.” આ
શબ્દો છે અમૃતસરના ૨૫ વર્ષિય ગુરપાલસિંહ ગિલના.
આજે સવારે ભુજ બરેલી એકસપ્રેસમાં ભુજ રેલવે સ્ટેશન પર કોવીડ રેપીડ ટેસ્ટ કરાવ્યા
બાદ ભુજ મિલેટ્રી સ્ટેશનમાં ફરજ બજાવતાં શ્રી ગિલ જણાવે છે કે, “ મેં વેકસીનના બંને ડોઝ
લીધા છે. દિલ્હી અને બરેલીમાં જનારનાં ટેસ્ટ નથી પણ આવનારનો છે. પબ્લિકમાં હજુ પણ
વધુ સાવચેતી જરૂરી છે. બધે કોરોના પ્રત્યે લોકોને જાણકારી છે પણ સાવચેતી ઓછી જોવા
મળી છે. દરેકે ટેસ્ટ અને રસી બંને ફરજીયાત લેવા જોઇએ અને સરકારના આરોગ્ય અને રેલવે
વિભાગ દ્વારા કરાતી કામગીરી નોંધનીય છે.
ઉલ્લેખનીય છે કે, ભુજ રેલવે સ્ટેશન પર ભુજ બરેલી એકસપ્રેસમાં આવનાર યાત્રીઓનો
ભુજ તાલુકાની ધનવંતરી રથની આરોગ્ય ટીમ ૧ માસથી કોવીડ-૧૯ની ટેસ્ટ તપાસ કરી રહી
છે તો રેલવેના કર્મચારીઓ પણ કોવીડ-૧૯ની ગાઇડલાઇનના પાલનના પગલા અનુરૂપ
મુસાફરોનું થર્મલગન, આરોગ્ય તપાસ રિપોર્ટ વગેરેની ચકાસણીની કામગીરી કરી રહયા છે.