ટિ્‌વટરએ કેન્દ્રીય આઇટી પ્રધાન રાજીવ ચંદ્રશેખરના એકાઉન્ટથી બ્લૂ ટિક હટાવી

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,સોશિયલ મીડિયા પ્લેટફોર્મના કેન્દ્રીય આઇટી પ્રધાન રાજીવ ચંદ્રશેખરના એકાઉન્ટથી બ્લૂ ટિક હટાવી દેવામાં આવ્યું હતું. જોકે બાદમાં ટિ્‌વટરે આ અંગે જણાવ્યું કે, માઇક્રો-બ્લોગિંગ સાઇટ પર તેમના હેન્ડલ પર યૂઝર નેમ બદલવાના કારણે હોઈ શકે છે.મોદી પ્રધાનમંડળમાં જોડાતા પહેલા રાજીવ ચંદ્રશેખરનું ટિ્‌વટર હેન્ડલ રાજીવ એમપી હતું, જેને બાદમાં તેઓ બદલીને રાજીવ જીઓઆઇ કરી દીધું હતું. જેના જવાબમાં ટિ્‌વટર ઇન્ડિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે, જો કોઈ એકાઉન્ટ ધારક તેનું હેન્ડલનું નામ બદલી નાખે છે, તો બ્લુ ટિક આપમેળે દૂર થઈ જાય છે. જો છ મહિનાથી વધુ સમય માટે એકાઉન્ટ સક્રિય ન હોય તો પણ આ થઈ શકે છે.રવિવારે ટિ્‌વટર દ્વારા કેન્દ્ર સરકારના નવા આઇટી નિયમોનું પાલન કરવા માટે ભારત માટે નિવાસી ફરિયાદ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. ટિ્‌વટરે વિનય પ્રકાશને ભારત માટે નિવાસી ફરિયાદ અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. આ માહિતી ટિ્‌વટર દ્વારા તેની વેબસાઇટ પર આપવામાં આવી છે.૫૦ લાખથી વધુ યૂઝરો સાથેની સોશિયલ મીડિયા કંપનીઓને કેન્દ્ર સરકારના નવા આઇટી નિયમો હેઠળ ભારતમાં ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર, નોડલ ઓફિસર અને ફરિયાદ અધિકારીની નિમણૂક કરવાની રહેશે. નવા આઇટી નિયમો અનુસાર, આ ત્રણેય અધિકારીઓ ફક્ત ભારતના રહેવાસી હોવા જોઈએ.