ઝુરામાં એસીડ પી જનાર યુવતીએ તોડયો દમ

ભુજ : તાલુકાના ઝુરા ગામે રહેતી ર૪ વર્ષિય યુવતીએ અગમ્ય કારણોસર એસીડ ગટગટાવી જતા સારવાર માટે ખસેડાઈ હતી, જેણે સારવાર દરમ્યાન ગત રાત્રીના અંતિમશ્વાસ લીધા હતા. બનાવને પગલે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ ઝુરા ગામે રહેતી ર૪ વર્ષિય ભારતીબેન પુરૂષોત્તમભાઈ ભાનુશાલી નામની યુવતીએ ગત તા. ૯-૬ના પોતાના ઘેર એસીડ ગટગટાવ્યું હતું. ભોગગ્રસ્તને સારવાર માટે એકોર્ડ હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જેની સારવાર કારગત ન નીવડતા ગત રાત્રે ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. બનાવને પગલે ભુજ એ ડિવિઝન પોલીસને જાણ કરાતા પોલીસે હતભાગીના મૃતદેહને પીએમ માટે ખસેડી અકસ્માત મોતનો બનાવ દર્જ કર્યો હતો, જેને પગલે હેડ કોન્સ્ટેબલ નિરવ ડામોરે આગળની તપાસ હાથ ધરી છે.