ઝુપડપટ્ટી-ગરીબો પર શુરાતન બોલાવનાર ડીપીટીતંત્રને પ્રબુદ્વવર્ગનો ટોણો : માથાભારે દબાણકારો પર કયારે તવાઈ?

કાર્ગો પીએસએલ પાસે કાચા-પાકા દબાણો ઉપરાંત ઝુપટપટ્ટીઓને પણ મશીનરી સાથે ધસી જઈ અને ડીપીટી જમીન વિભાગે દેખાડી ધોંષ બોલાતવી કાર્યવાહીની છબી..પરંતુ ગાંધીધામ-કંડલા આખાય સંકુલમાં આવા અનેકવીધ માથાભારે તત્વોના દબાણોના સર્જાયેલા છે ઘોડાપુર, શુ તે તંત્રને દેખાતા જ નથી કે પછી અહી ડીપીટી એસ્ટેટ વિભાગ અને સીકયુરીટી સહિતનાઓના મોઢે ભરાઈ જાય છે ભ્રષ્ટચારના ડુચ્ચા..? : જાણકારોના અણીયાણા સવાલો

જીઆઈડીસી વિસ્તારમાં ડીપીટી-પોર્ટના જ પ્લોટ-જમીનો પર છે મોટાપયો દબાણ : દબાણકારો એટલા ફાટીને ફુલેકે ગયા છે કે, દબાણ કરીને આપી દીધા છે ભાડે : આવા તત્વોની સામે ડીપીટીતંત્ર કેમ નથી કરતું લાલઆંખ?

ગાંધીધામ : દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા તાજેતરમા ંજ કાર્ગેા પીએસએલ પાસેના ડીપીટીની જમીનો પર થયેલા દબાણોને ગત રોજ મોટા લાવલશ્કર સાથે બુલડોજર ફેરવી અને અહી દબાણો દુર કરી દીધા હોવાનુ મોટા ઉપાડે દર્શાવવામા આવી રહ્યુ છે. ત્યારે પ્રબુદ્ધવર્ગ દ્વારા અહી ટકોર કરવામા આવી રહી છે કે, ગરીબોના માથેથી ધોમધખતા તાપના ખરા સમયે છત છીનવી લેનાર ડીપીટીના પ્રશાસનને શહેરવ્યાપી-સંકુલભરમાં અલગ અલગ જગ્યાએ ડીપીટી કંડલાની જમીન પર થયેલા મોટા મોટા દબાણો નજરે નથી આવતા? ગરીબોની સામે શુરાતન દેખાડી અને દબાણો દુર કર્યાનો જશ ખાટનાર આ પ્રસાસન શહેરમાં મોટામાથાઓ દ્વારા કરવામા આવેલા દબાણો ડામવામાં કેમ વામળુ પુરવાર થવા પામી રહ્યુ છે.જાણકારો દ્વારા એથી વિશેષ કહેવામાં આવી રહ્યુ છે કે, શહેરના જીઆઈડીસી વિસ્તારમાં મોટાપાયે દબાણો કરવામા આવી ગયા છે. ડીપીટી કંડલાની જ જમીનો પર આ દબાણોના ઘોડાપુર થયેલા છે. એટલુ જ નહી પણ આવા દબાણકારો કેટલી હદે ફાટીને ધુમાડે ગયા છે કે, દબાણ કરેલી જમીનો ભાડા પર પેટામાં આપીને તેમા પણ આવક રડી રહ્યા છે અને ડીપીટી કંડલા પ્રસાસન- સરકારને ચુનો ચોપડી રહ્યા છે. તો આ બધા દબાણો તરફ કેમ વક્રદ્રષ્ટી કરવામાં નથી આવતી? શું આ દબાણોથી ડીપીટી અવગત નથી? કે પછી ડીપીટીના જમીન વિભાગના અમુક ભ્રષ્ટ તત્વો અથવા તો સલામતી રક્ષકો દ્વારા ખુદના ગજવા ગરમ કરી લેવામા આવતા હોવાથી આવા પ્લોટ પર બુલડોઝર ફેરવવામાં આવતા નથી? આવા સવાલો પણ ઉભા થવા પામી રહ્યા છે. ગાંધીધામ સંકુલમાં કેટલાય લોકોએ રહેણાંક વિસ્તારોમાં મોટી મોટી ગેરકાયદેસર દુકાનો ખોલી રાખી છે. પરંતુ તે કોઈને નજર નથી આવતુ. જેઓના ઝુપડા ગયા તે ગરીબ લોકોનો આક્રંદ સાંભળીએ તો જરૂરથી જણાશે કે તેઓ સાચુ કહી રહ્યા છે, ઈન્સાફ થવો જોઈએ, સૌથી એકસરખો વ્યહવાર થવો જોઈએ. માત્ર ગરીબોના દબાણો જ કેમ દુર કરવામા આવ્યા? શહેરમાં મોટાગજાના માથાભારે તત્વોના દબાણોની સામે પણ ધાક બેસાડતી કાર્યવાહી કરવી જ ઘટે.કોરોના કાળ અને કાળજાળ ગરમી વચ્ચે માત્ર ગણ્યા ગાઠયા ગરીબોના ઝુપડા તોડીને દબાણો દુર કરી દેવાને વિકાસ નહી કહેવાય તે સમજવાની જરૂર છે.