ઝારખંડમાં એક ડઝનથી વધુ યુવકોએ કર્યો ગેંગરેપ : યુવતીને નિર્વસ્ત્ર કરી વિડીયો પણ બનાવ્યો

રાંચી : ઝારખંડના દુમકામાં એક છોકરી સાથે સામુહીક બળાત્કારનો સામે આવ્યો છે. આરોપીઓએ પહેલા છોકરીને નગ્ન કરી વિડીયો બનાવ્યો અને પછી ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો. પીડીત હાલ હોસ્પિટલમાં જીંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઇ રહી છે.રૂવાડા ઉભા કરી દયે તેવી આ ઘટના જીલ્લાના મુફફસીલ પોલીસ સ્ટેશનના દિગધી વિસ્તારની છે.  પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ છોકરી પોતાના મિત્ર સાથે સ્કુટીમાં સાંજે ૬ વાગ્યાની આસપાસ દિગ્ધી રીંગ રોડ ઉપર ફરવા માટે નીકળી હતી. આ દરમિયાન રસ્તામાં કેટલાક છોકરાઓની નજર તેના ઉપર પડી અને તેઓનો પીછો કરી  પકડી લીધા હતા.મળતી માહિતી મુજબ  પહેલા તો છોકરાઓએ પૈસા માંગ્યા પરંતુ જયારે
પીડીતે પૈસા આપવાનો ઇન્કાર કર્યો તો આરોપીઓએ બંનેની ધોલાઇ કરી હતી એટલુ જ નહી તે પછી આરોપીઓએ ફોન કરી પોતાના બીજા સાથીદારોને બોલાવ્યા હતા. લગભગ ર૦ની સંખ્યામાં ત્યાં પહોંચેલા લફંગાઓએ  પીડીત છોકરીને નિર્વસ્ત્ર કરી હતી અને પછી વારાફરતી રેપ કર્યો હતો. તે પછી
આરોપીઓએ બેભાન હાલતમાં છોકરીને બાજુના તળાવમાં પરાણે નવડાવી હતી અને પુરૂષ મિત્ર સાથે નિર્વસ્ત્ર છોડી દીધી હતી. ભાનમાં આવ્યા બાદ બંને રાત્રે ૧૧ વાગ્યે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે એ છોકરીને  હોસ્પિટલમાં દાખલ કરી છે. જયાં તે મોતનો સામનો કરી રહી છે. મામલાની ગંભીરતા જોતા એક ડઝન આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી પાંચની ઓળખ થઇ ચુકી છે.દુષ્કર્મમાં થયેલા સામુહીક રેપની ઘટના પર ભાજપે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે અને કહ્યુ છે કે, આવી ઘટનાઓને રોકવા માટે સમાજે પહેલ કરવાની જરૂર છે.