ઝરપરામાંથી ૪૦૦ લીટર ચોરાઉ ડીઝલ પકડી પાડતી પોલીસ

મુન્દ્રા : પોલીસના જણાવ્યા મુજબ પશ્ચિમ કચ્છ એસપી એમ.એસ. ભરાડાના માર્ગદર્શન હેઠળ મુન્દ્રા પીઆઈ બી.આર. ડાંગરની સૂચનાથી મુન્દ્રા પીએસઆઈ ટી.એચ. પરમાર સાથે સ્ટાફના કાનજીભાઈ આહીર, નિરૂભા ઝાલા, રાજેશ કુભારવાડીયા, ખોડુભા ચૂડાસમા, વાલાભાઈ ગોયલ, જીતુદાન ગઢવી, પ્રધ્યુમનસિંહ, શબીરભાઈ, કૃષ્ણદેવસિંહ વિગેરે સ્ટાફે બાતમી આધારે ઝરપરા ગામે હાજાપર વિસ્તારમાં આશારીયા પંચાણ કાનાણીના કબજામાંથી ૧પ,રપ૦ની કિંમતનું ડીઝલ રપ૦ લીટર તથા વાલજી ડોસા ગઢવીના વાડામાંથી ૧પ૦ લીટર ડીઝલ કિં.રૂ. ૯૧પ૦નો જથ્થો પકડી પાડ્યો હતો અને આશારીયા પંચાણ ગઢવીની ધરપકડ કરી હતી. આરોપી પાસે ડીઝલના કોઈ આધાર પુરાવા ન હોઈ ચોરી કે છળકપટથી મેળવેલાનું જણાતા પોલીસે સીઆરપીસી ૧૦ર હેઠળ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી જ્યારે વાલજી ગઢવી હાજર ન મળતા તેને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરેલ છે.