જ્ઞાન સાથે વિજ્ઞાનના સમન્વયથી દિવ્ય ભારતનું થશે નિર્માણ : તારાચંદ છેડા

મુન્દ્રા : રાજ્યમાં શિક્ષણનું સ્તર ઉંચુ આવે તેમજ વિદ્યાર્થીઓમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાની ભુખ વધુ તિવ્ર બને તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલી બનાવાઈ છે. ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે નમો ઈ-ટેબલેટ યોજના પણ અમલી બનાવાઈ છે. ત્યારે જ્ઞાન સાથે વિજ્ઞાનના સમન્વયથી દિવ્ય ભારતનું નિર્માણ થશે તેવું માંડવી-મુન્દ્રા ધારાસભ્ય તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું.
મુન્દ્રા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ધારાસભ્ય તારાચંદભાઈ છેડાના હસ્તે ૧૪૦ નમો ઈ- ટેબલેટ વિદ્યાર્થીઓને વિતરીત કરાયા હતા. આ વેળાએ શ્રી છેડાએ જણાવ્યું છે કે વિદ્યાથીઓ આધુનિક શિક્ષણ મેળવી શકે તે માટે સરકાર દ્વારા નમો ઈ-ટેબલેટ વિતરીત કરાઈ રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓએ આ ટેબલેટનો સદઉપયોગ કરી ઉજ્જવળ ભાવીનું નિર્માણ કરવાનું રહેશે.
આ ટેબલેટ વિતરણ કાર્યક્રમમાં જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન છાયાબેન ગઢવી, તાલુકા ભાજપ પ્રમુખ વાલજી ટાપરીયા, મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ પ્રણવ, મુન્દ્રા સરપંચ ધર્મેન્દ્ર જેસર, વિશ્રામ ગઢવી, શીવજી ઝાલા, કિર્તી ગોર, રવાભાઈ આહિર, શકિતસિંહ જાડેજા, વિજયસિંહ, જાડેજા, તૃપ્તી ગોર, ખેંગાર ગઢવી, ખુશ્બુ સોની, વિરમ ગઢવી, ભુપેન મહેતા, ભોજરાજ ગઢવી, વિનોદ ચુડાસમા, પ્રકાશ પાટીદાર, ગૌરાંગ ત્રિવેદી, સ્વાતિસિંઘ, ખુશ્બુ શર્મા, કૃતિ રાજગોર, દુર્ગા ગોર સહિતના ઉપસ્થીત રહ્યા હતાં.