જ્ઞાનશકિત દિન અન્વયે કચ્છ યુનિવર્સિટી ખાતે આયોજન

યુનિવર્સિટીના શોધ અને MYSY યોજના અન્વયે ચેક અને ટેબલેટનું ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે વિતરણ કરાશે

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની સંવેદનશીલ સરકારે પાંચ વર્ષનો યશસ્વી સમય પૂર્ણ કર્યો છે જે અન્વયે ૧લી ઓગષ્ટના સમગ્ર રાજયમાં “જ્ઞાન શકિતદિન” નું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ કચ્છ યુનિવર્સિટી ખાતે ગૃહરાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાનાર છે. જેમાં કચ્છ યુનિવર્સિટીના વિવિધ વિભાગના SHODH-SCHEME OF DEVLOPING HIGH RESEARCH ના તેમજ MYSY-MUKHYAMANTRI YUVA SVAVLAMBAN YOJNA ના લાભાર્થીઓને શિષ્યવૃતિના ચેકનું વિતરણ તેમણ વિવિધ કોલેજીસમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિધાર્થીઓને નમો ટેબ અંતર્ગત ટેબલેટનું વિતરણ ગૃહમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવશે.