જો જો.. સુરતના ડોકટર જેવા લંપટવેડાનો ભુજમાં પણ ન થાય ભાંડાફોડ ?

વરસોથી લપસણી આદતોવાળા ભુજના તબીબ ‘બેદરકાર’ ભણી થતા અંગુલીનિર્દેશ : ડીલીવરી કરાવવાના નિષ્ણાત ડો.‘બેદરકાર’ રાત્રીના ૧૦.૩૦ વાગ્યા પછી જ એવી તે કઈ દવા-ઈન્જેક્શન આપે છે કે..!

 

જે રીતે સુરતના લંપટ ડો.પ્રફુલ જોષીના ડીએનએ ટેસ્ટ લેવાયા છે તેવી જ રીતે જો આ ડો.બેદરકારના પણ ડીએનએ સેમ્પલ લેવાય તો કઈકના ઘર તુટવાની સાથે જ કઈકની સંપત્તિ મિલ્કતમાં પણ આ ડો.બેદરકારના હક્ક હિસ્સો ખુલવા પામવાની સાથે કઈક નવા કડાકા-ભડાકા થાય તો પણ નવી નવાઈ નહીં કહેવાય..!

 

 

કચ્છમાં ગણ્યાગાંઠયા ગાયનેકોલોજીસ્ટ હતા તે સમયકાળથી માંડી આજે
પણ અણનમ રહેલા ડો.‘બેદરકાર’ જેમને બાળકો ન થતા હોય તેઓની સચોટ નિદાન- સારવાર બાદ નિઃસંતાન માતાઓના ખોળા ખુંદનાર બાળકો થયાના કિસ્સાઓનો ધરાવી રહ્યા છે મોટો સકસેસ રેશીયો : અભ્યાસુવર્ગનું તારણ

 

રાત્રે ૧૦ વાગ્યા આસપાસ જ ઓપેરશન કરાવતા ડોકટર એવા તો કયા ‘ઈન્જેકશન’-દવાઓ આપે છે કે, નિસંતાન દંપત્તીને ત્યાં ચમત્કારીક રીતે જન્મતા બાળકોના ચહેરામાં ડો.‘બેદરકાર’ તબીબ સંલગ્ન હોય છે અનેક અણસાર-સામ્યતા? : જાણકારોમાંથી ઉઠતો આશ્ચર્યજનક સવાલ

 

 

જેવી રીતે સુરતમાં ડોકટરની સામે જાતીય સતામણીના ખુલાસાઓ થયા, બળાત્કારની વિધીવત ફરીયાદ નોંધાવાઈ તેવી જ રીતે કોઈને કોઈના પતિ
જાગશે તો વર્ષોથી લપસણી કામલીલા આચરતા શ્રીમાન બેદરકારની રંગરલીયાઓનો પણ ભાંડાફોડ થાય તો નવી નવાઈ નહીં કહેવાય..

 

 

ગાંધીધામ : સુરતના એક લંપટ ડોકટર દ્વારા કતારગામની એક પરીણામ સારવાર માટે આવી તે સમયે તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો સત્તાવાર રીતે ગુન્હો પોલીસ તબક્કે નોંધાવવા પામી ગયો છે અને તેની તપાસ પણ શરૂ થઈ છે. હાલમાં આ તબીબ રીમાન્ડ પર રહેલા છે. સમગ્ર તબીબી આલમને માટે બટ્ટારૂપ હલકટકૃત્ય આચરનારા સુરતના આ તબીબ ડો. પ્રફુલ્લ દોશીની સામે ઠેર-ઠેરથી ફિટકાર વરસી રહ્યો છે ત્યારે બીજીતરફ કચ્છના જાણકારવર્ગ દ્વારા પણ એક ગંભીર પ્રકારની લાલબત્તી ધરવામા આવી રહી છે જે અનુસાર કહેવાય છે કે, જો જો..જિલ્લાના વડામથકમાથી પણ કયાંક આવી જ કોઈ સુરતના ‘કામી’ ડોકટરવાળી જ લંપટવેળાનો ભાંડાફોળ થવા ન પામી જાય ?
આવી ચર્ચાઓ એટલે વધી રહી છે કે, કચ્છમાં ડો.બેદરકાર ડીલીવરી કરાવવાનો વર્ષોથી પ્રચલિત છે. જિલ્લામાં જયારે ગણ્યાગાઠયા તબીબો આ સેવામાં કાર્યરત હતા તે સમયથી ડો.બેદરકાર ભુજમાં આ ક્ષેત્રમાં દબદબો ધરાવી રહ્યા છે. તેઓની ખાસિયતની જો લોકોમાં થતી ચર્ચાઓની વાત માંડીએ તો આજે તો અનેકવીધ ટેકનોલોજીઓ ઉભી થઈ ચુકી છે પરંતુ નીસંતાન દંપત્તીઓના ખોળા ખુંદનારા આપવામાં ડો.બેદરકારનું નિદાન-સારવાર સચોટ રહેતી હોવાનુ જ મનાય છે. જેઓ વરસોથી નિસંતાન રહ્યા હોય તેવાઓને ડો.બેદરકારના નિદાન અને સચોટ સારવાર-દવા-ઈન્જેકશનો બાદ તેઓના ખોળામાં પણ હસતા-રમતા બાળકો જોવાયા હોવાનો સકસેસ રેશીયો ખુબજ ઉંચો રહ્યો હોવાનું મનાય છે.
આવા સમયે જાણકારવર્ગમાં જીજ્ઞાસા સાથે સવાલ તો એ જ થવા પામી રહ્યો છે કે, આજે તો કદાચ નિસંતાન દંપત્તીઓ માટે આઈવીએફની પદ્વતિઓ અમલમાં રહેલી છે અને કૃત્રીમ બિજાદાનથી નિસંતાન દંપત્તીઓ પણ બાળક સુખ પામી જતા હોય છે પરંતુ આજથી એકાદ દાયકા પહેલા પણ ડો.બેદરકાર દ્વારા રાત્રીના દસ વાગ્યા બાદ એવા તો કયા ઈન્જેકશનો અપાતા હતા અથવા તો દવાઓ અને નિદાન કરવામાં આવતું હતું કે, નિસંતાન દંપત્તીઓને પણ બાળક સુખ મળી જતુ હતુ? એટલુ જ નહી પરંતુ આ દવાઓ-ઈન્જેકશનમાં એવા તો કયા અંશ રહેલા હતા કે જેથી નવજાત શીશુના ચહેરા-નેણ-નાંકના અણસાર પણ આ આ મહાસયની સાથે વધારે મળતાવળા જોવાઈ જતા હતા?
આ પણ સવાલ વર્તમાન સમયે ભારે ગુમરાળા મારી ચકરાવે ચડાવી રહ્યો છે. ખૈર આ તો દવા લેનાર અને આપનાર જ જાણે કે કયા ચમત્કારો રાત્રીના દસ વાગ્યા બાદ ઓપરેશન થિયેટરમાં તે વખતે થવા પામતા હતા પરંતુ ટાંચા સાધનો અને અધુરી સવલતો વચ્ચે પણ નિસંતાન મહીલાઓના ખોળા ખુંદતા બાળકો આપવામાં નિષ્ણાંત તબીબ ડો.બેદરકારની સેવા હાલમાં ભુજની મસમોટી હોસ્પિટલમાં વિસ્તારવામાં આવી હોવાનું મનાય છે ત્યારે તેઓના આ ગુણોનો લાભ અહી આવનારા સબંધિત વર્ગને પણ મળે તો નવી નવાઈ નહી કહેવાય તેમ પણ જાણકારવર્ગમાં ચકચાર થવા પામી રહી છે. આવા સમયે ખાસ ચકચાર સામે આવવા પામી રહી છે અને લોકો દ્વારા એવી માંગ પણ થાય છ કે, ડો.બેદરકારના ડીએનએ ટેસ્ટ કરાય અને સેમ્પલ લેવામાં આવે તો વરસોથી લંપટલીલાની આદત ધરાવનારા આ મહાશયના પણ કાળકારનામાઓનો પર્દાફાશ થવા પામી શકે તેમ છે.આ વાત એટલા માટે પણ ચિંતાની ગણાવાઈ રહી છે કે, રંગરલીયા મનાવવાના શોખીન અથવા તો નિસંતાન મહીલાઓના ખોળા ખુંદનારાઓ આપવામાં મોટો સકસેસ રેશીયો ધરાવતા આ ડો.બેદરકાર હાલમાં જિલ્લાની એક મહત્વપૂર્ણ હોસ્પિટલમાં મોભાદાર પદ પર પણ ગોઠવાયેલા છે અને આવા સમયે આવા વ્યકિતઓનું આવી જગ્યાએ રહેવુ પણ ભદ્રવર્ગની મજબુરીવસ માતા-બહેનોના શીલ-ચારીત્ર્ય માટે પણ ભવિષ્યમાં મોટું જાખેમરૂપ જ મનાઈ રહ્યુ છે. એમ પણ કહેવાય છે કે, જે રીતે સુરતના લંપટ ડો.પ્રફુલ જોષીના ડીએનએ ટેસ્ટ લેવાયા છે તેવી જ રીતે જો. આ ડો.બેદરકારના પણ ડીએનએ સેમ્પલ લેવાય તો કઈકના ઘરતુટવાની સાથે જ કઈકની સંપત્તિ મિલ્કતમાં પણ આ ડો.બેદરકારના હક્ક હિસ્સો ખુલવા પામવાની સાથે કઈક નવા કડાકા-ભડાકા પામી જાય તો પણ નવી નવાઈ નહીં કહેવાય. ભુજ ઉપરાંત જિલ્લામાં અન્યત્ર પણ કોઈ સ્ત્રીરોગ નિષ્ણાત છુપી રીતે છેડછાડ કરતો હોય તો તેમના માટે સુરતનો કિસ્સો લાલબતી સમાન મનાય છે.