જો જો..કચ્છમાં પણ રાજસ્થાનવાળી નાપાક સાજીસ તો નથી રચાતીને ?

image description

હબીબખાનની હરકત સરહદી કચ્છ માટે લાલબત્તીરૂપ

રાજસ્થાનના બિકાનેરમાથી સેનાને શાકભાજી સપ્લાય કરનાર આઈએસઆઈ એજન્ટને દિલ્હી પોલીસે દબોચી લીધો : નોંધનીય છે કે, કચ્છમાં પણ સૈન્ય કેન્ટોનમેન્ટમાંથી ઈંડા સપ્લાય કરનાર શખ્સ નાપાક એજન્ટ તરીકે ઝડપાઈ ચૂકયો છે : આ પહેલાં ભુજના વાણીયાવાડના ગેસ્ટહાઉસમાં સેના અધિકારી સુરેન્દ્ર સાથે ચાર નાપાક એજન્ટ ઝડપાઈ ચુકયાની પણ બની હતી ઘટના

ગાંધીધામ : કાશ્મીરમાં ચૂંટણીઓ યોજવા સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા હરકત આદરવામાં આવી હતી અને ગુરકાર સાથે બેઠકો યોજયાના બીજા જ દીવસથી નાપાક પાડોશી મુલકના પેટમા તેલ રેડાઈ જવા પામી ગયુ હોય તેવી રીતે કાશ્મીરમાં ડ્રોન દેખાવવા પામી રહ્યા છે. જેના પગલે દેશના અન્ય સરહદી રાજયોમાં પણ એલર્ટ આપવામાં આવ્યુ છે. સ્વાભાવીક રીતે જ તેવામાં પાકીસ્તાન સાથે જળ-ભુમી અને હવાઈ સરહદ ધરાવતા કચ્છ જીલ્લામાં પણ સતર્કતા દાખવી જ રહી છે તે વચ્ચે જ દિલ્હી પોલીસ દ્વારા તાજેતરમાં જ રાજસ્થાનમાથી એક નાપાક એજન્ટને પકડી પાડયો છે અને તેની પ્રાથમીક વિગત અનુસાર જ ચિંતાજનક ખુલાસાઓ કરવામા આવી રહ્યા છે. જે સીમાવર્તી કચ્છને માટે પણ ચિંતાજનક જ કહી શકાય તેવી છે. આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો દિલ્હી પોલીસ દ્વારા રાજસ્થાનના બિકાનેરના રહેવાસી એવા હબીબખાન નામના શખ્સની ધરપકડ કરી લીધી છે. આ શખ્સ સેનામાં શાકભાજી પહોચાડવા જતો હતો તેની સાથોસાથ જ પાકીસ્તાનની એજન્ટની ભુમિકા પણ ભજવતો હોવાની વાત બહાર આવવા પામી ગઈ છે. આઈએસઆઈની ગતિવિધીઓ સાથે આ શખ્સ જોડાયેલો હોવાનુ પણ બહાર આવવા પામી રહ્યુ છે તેની પાસે મહત્વના દસ્તાવેજો તથા નકશા પણ કબ્જે કરવામા આવ્યા છે. કેટકેટલી સંદિગ્ધ વિગતો આ શખ્સે પહોચાડી તે સહિતની માહીતીઓ તો કદાચ એજન્સીઓ હસ્તગત કરી જ લેશે પરંતુ આ ઘટના સીમાવર્તી કચ્છ જિલ્લાને માટે પણ લાલબત્તીરૂપ જ કહી શકાય તેવી છે.સેન્યના કચ્છમાં પણ મોટા મથકો આવેલા છે અને અહી પણ બહારના તત્વો કૌભાંડી કારસાઓને અંજામ આપતા ઝડપાઈ ચુકયાના કિસ્સાઓ પણ મોજુદ જ રહ્યા છે. નોધનીય છે કે, કચ્છમાંથી પણ સૈનાના મથકોમાં ઈંડા પહોચાડનારો શખ્સ આઈએસઆઈ કડી સાથેની સત્તાવાર વાતો બહાર આવવા પામી ચુકી છે તો ભુજમા વાણીયાવાડ જેવા વિસ્તારમાં એક ગેસ્ટહાઉસમાં સેનાનો અધિકારી સુરેન્દ્ર અન્ય ત્રણથી ચાર શખ્સો સાથે મીટીંગો કરતો હોવાના પણ સત્તાવાર ચોકાવનારા ખુલાસાઓ અગાઉ થઈ ચૂકયા છે. આવા સમયે રાજસ્થાનથી ફરી સેનામા શાકભાજી આપવાના બહાને આઈએસઆઈ માટે જાસુસી કરનારો પકડાયો છે ત્યારે કચ્છની એજન્સીઓ પણ સતર્ક બને અને આવા કોઈ કારનામાઓને અહીથી અંજામ નથી અપાઈ રહ્યો ને..? તે બાબતે આગોતરી સતર્કતા કેળવે તે સમયનો તકાજો બની રહ્યો છે.