જોધપુરમાં વાયુસેનાનું પ્લેન ક્રેશ

વિમાનદુર્ઘટનામં પાઈલટ-સહપાઈલટનો આબાદ બચાવ : પ્લેન બળીને ખાખ

 

નોધનીય છે કે, થોડા સમય પહેલા જામનગર એરફોર્સનું વિમાન કચ્છના મુંદરાના બરાયા ગામ નજીક થયુ હતુ ક્રેશ, જેમાં એક પાલઈટ થયા હતા શહીદ

 

ભોપાલ : દેશની સંરક્ષણ પાંખ વાયુસેનાના વિમાનો એક પછી એક દુર્ઘટનાગ્રસ્ત બનવાના ઘટનાક્રમોમાં સતત વધારો થવા પામી રહ્યો છે. દરમ્યાન જ આજ રોજ રાજસ્થાનના જોધપુરમાં વાયુસેનાનું વિમાન ક્રેશ થવા પામી ગયુ હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામ્યા છે.
જોધપુરના દેવલીયા ગામ નજીક વાયુસેનાનું વિમાન મિગ ર૭ ક્રેશ થવા પામ્યુ છે. દુર્ઘટનાગ્રસ્ત બન્યા બાદ વિમાન બળીને ખાખ થઈ જવ પામી ગયુ છે. જો કે, આ પ્લેગમાંપાઈલટ અને સહપાઈલટનો આબાદ બચાવ થવા પામી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનના જોધપુરના બહારના વિસ્તારમાં એરફોર્સનું વિમાન મિગ ૨૭ આજે મંગળવારે સવારે ક્રેશ થયું. એરફોર્સનું આ યુદ્ધ વિમાન સમગ્ર બળીને ખાખ થઇ ગયુ હતું. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડનો કાફલો દોડી ગયો હતો અને આગને કાબૂમાં લીધી હતી. એરફોર્સના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા છે. વિમાન ક્રેશ થવાની આ ઘટનામાં પાયલટ અને કો-પાયલટ સમયસુચતા દાખવી પેરાશૂટની મદદથી કૂદી જતા તેઓ સુરક્ષિત બચી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં મિગ-૨૧ ફાઇટર જેટ ક્રેશ થતા પાયલટનું મોત થયું હતું.