જેની જાેતા તા વાટ એ સુખના દિવસો નજીકમાં જ : વાસણભાઇ આહિર

અંજાર : જિલ્લામાં શુભારંભ થયેલ નર્મદા મહોત્સવની ઉજવણી અન્વયે કોટડા હોય કે ચાંદરાણી કે દૂધઇ, અમરાપર કે અજાપર અંજાર વિસ્તારમાં નર્મદ રથના ૧૯ જેટલા ગામોમાં વાજતે ગાજતે સામૈયા ઉલ્લાસભેર કરાયા હતા. જે અનુસંધાને અંજાર તાલુકાના દૂધઇ ગામે નર્મદા રથના આગમનને ગ્રામજનો સાથે વધાવતાં રાજયના સંસદીય સચિવ અને અંજાર ધારાસભ્ય વાસણભાઇ આહિરે માં નર્મદાનું ગ્રામજનો, અગ્રણીઓ સાથે પૂજન, અર્ચન કર્યુ હતું. આ પ્રસંગે બોલતાં શ્રી આહિરે જેની જોતા તા વાર એ સુખના દિવસો નજીકમાં જ હોવાનું જણાવતાં નર્મદા નહેરોનાં ઝડપભેર આટોપાતા, કામોથી નર્મદાના નીર કચ્છડાને નવપલ્લવિત પ્રફુલ્લિત કરી રહેશે તેવું ડંકા ચોટે જણાવ્યું હતું. તેમણે ગત મે-૨૦૧૭માં ભચાઉ ખાતેથી સવાયા કચ્છી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છના વિકાસનો નવો અધ્યાય નર્મદાના નીરના વધામણાથી કર્યો જેને કુદરતે પણ ભરપુર મેઘમહેર કરી જે સાથ આપ્યો તે બદલ પરમ તત્વને નતમસ્તક થતાં નર્મદાના નીર અને ભરપુર ચોમાસાએ ટપ્પર ડેમને છલોછલ કરી જે આહલાદક માહોલ ખડો કર્યો છે તેને અનન્યને અભૂતપૂર્વ ગણાવ્યો હતો. તેમણે આ પ્રસંગે મોટી સંખ્યામાં  ઉપસ્થિત કિશાનો, ગ્રામજનોને જળના એક એક બુંદની અગત્યતા સમજાવતાં જળસંગ્રહ, જળ બચાવને સમયનો તકાદો ગણાવી સૌની સાથે નર્મદે સર્વદેનો જય જયકાર કર્યો હતો. આ પ્રસંગે સંસદીય સચિવ વાસણભાઇ આહિર તથા મહાનુભાવોનું દૂધઇ સરપંચ દેવશીભાઇ મહેશ્વરી તથા  ઉપસરપંચ ધીરૂભાઇ તથા ગ્રામ અગ્રણીઓએ શાલ ઓઢાડી ભાવભીનું સ્વાગત કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન યુવા અગ્રણી ઈશ્વરભાઇ પટેલ તથા આભારદર્શન યુવા અગ્રણી સચિનભાઇએ કર્યુ હતું.
આ પ્રસંગે પૂર્વ કચ્છના નર્મદ રથના ઈન્ચાર્જ અને ભાડા ભચાઉના ચેરમેન વિકાસ રાજગોર, આડાના ચેરમેન નિરવ ભારદીયા, જિલ્લા ભાજપા ઉપપ્રમુખશ્રી ગોવિંદજી કોઠારી, મહામંત્રી વલમજીભાઇ હુંબલ, એપીએમસીનાના ડાયરેકટર વેલાભાઇ ઝરુ, અંજાર તાલુકા ભાજપા પ્રમુખ શંભુભાઇ આહિર, અંજાર શહેર ભાજપા પ્રમુખ સંજયભાઇ દાવડા, વરિષ્ઠ અગ્રણી ભરતભાઇ શાહ, અંજાર નગર કારોબારી પ્રકાશ કોડરાણી, ભગવાનજીભાઇ, કાના શેઠ, ચાંદરાણી સરપંચ ધનજીભાઇ, ભાજપા મહિલા મોર્ચાના કૈલાશબેન ભટૃ, હર્ષાબેન ત્રિવેદી, પ્રભાતબા, હેતલબેન, દૂધઇ અગ્રણી પ્રાગજીભાઇ ગોઠી, સામજી તેજા, ભાજપા યુવા મોર્ચાના રણછોડભાઇ આહિર, કરશનભાઇ ગોઠી, પ્રાણલાલ ઠકકર, નભુભાઇ, જવાહરભાઇ ઠકકર, મહાદેવભાઇ આહિર, માદેવાભાઇ સરપંચ, અંજાર નગરપ્રમુખ પુષ્પાબેન ટાંક, ઉપપ્રમુખ અનિલ પંડયા, દૂધઇ સરપંચ વાઘજી માતા તથા દેવજીભાઇ સરપંચ, ટીડીઓ દિલીપસિંહ ચાવડા, નાનજીભાઇ યુવા તથા દૂધઇ અને આસપાસના ગામોના ગ્રામજનો, કિશાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત
રહયા હતા.