જુન-જુલાઈમાં લગ્નના માત્ર ૧પ મુહૂર્ત

ભુજ : કોરોનાની બીજી લહેરને કારણે નાના મોટા વ્યવસાયની સાથે સાથે ધાર્મિક, માંગલીક પ્રસંગોની ઉજવણીના પ્રસંગોને પણ ખાસી અસર પહોંચી છે. કોરોનાની ગાઈડલાઈનને પગલે ગણતરીના મહેમાનો વચ્ચે જ લગ્નની મંજુરી તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે. જયારે વધુ ભીડ ભેગી કરનાર અને મંજુરી વગર લગ્ન પ્રસંગ યોજનાર સામે કાર્યવાહી પણ થઈ રહી છે. ગત વર્ષે કોરોનાની પ્રથમ લહેરમાં લગ્ન પ્રસંગ ન યોજી શકનાર અનેક પરીવાર આ વર્ષે કોરોનાની બીજી લહેરમાં અવઢવની સ્થિતિ અનુભવી રહ્યા છે.  કારણ કે શરૂ થયેલા જુન અને જુલાઈ માસમા માત્ર લગ્નના ૧પ મુહૂર્ત જ છે. ર૦ જુલાઈના લગ્નની સીઝન પુર્ણ થશે. ત્યાર બાદ માત્ર દિવાળી પછી લગ્નના મુહૂર્ત છે.

જુન અને જુલાઈ મહિનામાં લગ્નના ૧પ મુહૂર્ત હોવાથી લગ્નને લઈ વર-કન્યાના પરીવાર મુંઝવણમાં મુકાયા છે. જુન માસમાં તા. ૩,, , ૧પ, ૧૬, ૧૯, ર૦, ર૧, ર૪, ર૬, ર૮ જયારે જુલાઈ માસમાં તારીખ ૧,, ૩ અને ૧૩ તારીખના મુહૂર્ત છે. ૧૩મી જુલાઈ બાદ લગ્નની સીઝન પૂર્ણ થશે. ત્યારબાદ દિવાળી બાદ જ લગ્નના મુહૂર્ત છે. છેલ્લા ૧ વર્ષથી લગ્નના આયોજનને કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે. ગત વર્ષે લાગેલા લોકડાઉન બાદ કાબુમાં આવેલા કોરોનાને કારણે મોટાભાગના અટવાયેલા લગ્નો થયા હતા. લગ્નની સીઝનમાં કંકોત્રીથી લઈને જમણવાર સુધીની બાબતે ગણી બધી એજન્સીઓ જાેડાયેલી હોય છે. મ્યુઝીકલ લાઈટ અને અન્ય સંગીતના કાર્યક્રમો સાથેની ટીમ પણ જાેડાયેલી હોય છે. કોરોનાના કડક નિયંત્રણોને કારણે કોરોના મહામારીમાં લગ્નની સીઝન સાથે જાેડાયેલા લોકોની આર્થિક પરિસ્થિતિ પણ કંફોડી બની ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દિવાળી બાદ લગ્નના મુહૂર્ત છે. નવેમ્ર અને ડિસેમ્બર મહિનામાં ખાસા એવા મુહૂર્તો છે. જાે ત્રીજી લહેર આવશે તો લગ્ન આવતા વર્ષે થશે.

લગ્ન સાદાઈથી યોજાતા કલાકારો બન્યા બેકાર

ભુજ : કોરોનાની બીજી લહેરને ધ્યાને લઈ સરકાર દ્વારા મર્યાદીત મહેમાનોની સંખ્યામાં લગ્ન યોજવાની છૂટ આપવામાં આવી છે ત્યારે લગ્ન સમારંભમાં મ્યુઝીકલનાઈટ અને અન્ય સંગીતના જાેડાયેલા કલાકારો હાલ બેકાર બન્યા છે. કારણ કે, છેલ્લા દોઢ વર્ષથી કોરોના કારણે સાદાઈથી લગ્નો યોજવામાં આવે છે. જેના લીધે દાંડિયારાસ જેવા કાર્યક્રમો યોજવામાં આવતા નથી. તેવામાં કલાકારો આર્થિક ભીંસમાં મુકાઈ ગયા છે. અન્ય કલાકારો વ્યવસાય છોડી અન્ય વ્યવસાયમાં જાેડાઈને પેટીયું રળી રહ્યા છે.