જુની દુધઈમાં માતા-પુત્રને મારી નાખવાની ધમકી આપતા શખ્સ સામે ફરિયાદ

ભુજ : અંજાર તાલુકાના જુની દુધઈ ગામે માતા-પુત્રને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. તો ભુજ તાલુકાના સુમરાસર શેખમાં યુવાનને બે શખ્સોએ માર મારતા ગુનો નોંધાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ મુળ અંજાર હાલે જુની દુધઈ ગામે રહેતા સુમલબેન મગનભાઈ મહેશ્વરી (ઉ.વ.પ૦)ની ફરિયાદને ટાંકીને પોલીસ વિગતો આપતા જણાવેલ કે અંજારના લૂણાંગનગરમાં રહેતો શિવજી ઉર્ફે શિવલો ગોપાલ મહેશ્વરી ગત તા.૩૧/૮/૧૭ના સવારે ૪થી ૯ઃ૪પ દરમ્યાન તેણીના ઘર પાસે બેઠેલ હોઈ તેણીએ તેને ઘર પાસે કેમ આવ્યો છે તેમ કહેતા ઉશ્કેરાઈ જઈ ગાળો આપી તેણીના દિકરા મુકેશને ધકબુશટનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આરોપી સામે દુધઈ પોલીસે ગુનો નોંધી સહાયક ફોજદાર રાણાભાઈ ડાંગરે તપાસ હાથ ધરેલ છે. બીજી તરફ ભુજ તાલુકાના સુમરાસર શેખ ગામે રહેતા અસલમ દાઉદ શેખ (ઉ.વ.૪૩)ને નવાઝ શરીફ અજીજ નોતિયાર તથા હમીદ હાજી ગનીએ ગાળો આપી ધકબુશટનો માર માર્યો હતો. નવાઝ શરીફે અગાઉ ફોટા પાડેલ જે અંગે અસ્લમે ઠપકો આપેલ તેનું મનદુઃખ રાખી માર મરાયો હોવાનું અસલ્મ શેખે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું.