જુના-નવા સાયકલ-સ્કુાટર-મોપેડ-બાઇકની લે-વેચ કરતા વેપારીઓએ દસ્તાકવેજી પુરાવા રાખવાના રહેશે

દેશમાં બનતા ગુનાઓમાં સીરીયલ બોમ્‍બ બ્‍લાસ્‍ટ જેવા હુમલાઓમાં સાયકલનો ઉપયોગ કરવામાં આવેલ હોવાનું તપાસમાં ધ્‍યાને આવેલ છે. આ પ્રકારના હુમલાઓમાં સાયકલ, સ્‍કુટર, ટીફીન કે પાઇપનો ઉપયોગ થતો હોય છે. જેથી નવા જુના સાયકલ, સ્‍કુટર, મોપેડ, બાઇક ખરીદી સમયે ખરીદનાર વ્‍યકિતની ઓળખ માટે વેપારીઓએ કોઇ માન્‍યતા પ્રાપ્‍ત દસ્‍તાવેજી પુરાવા રાખવા એક હુકમ દ્વારા જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી પ્રવીણા ડી.કે. દ્વારા જણાવાયું છે. હુકમ અનુસાર કચ્‍છ જિલ્‍લાની મહેસુલી હદમાં આવેલ તમામ જુના/નવા સાયકલ, સ્‍કુટર, મોપેડ, બાઇક લે-વેચ કરતા વેપારીઓએ નવા જુના સાયકલ, સ્‍કુટર, મોપેડ, બાઇક ખરીદી સમયે ખરીદનાર વ્‍યકિતની ઓળખ માટે વેપારીઓએ કોઇ માન્‍યતા પ્રાપ્‍ત દસ્‍તાવેજી પુરાવા જેવા કે રેશનકાર્ડ, ચુંટણી કાર્ડ વિગેરે મેળવી તેની ખરાઇ કરી સાયકલ, સ્‍કુટર, મોપેડ, બાઇક વેચાણ સમયે બીલમાં સાયકલ, સ્‍કુટર, મોપેડ, બાઇકનો પ્રકાર, ચેસીસ નંબર, ગ્રાહકનું નામ, સરનામું, ટેલીફોન નં. વિગેરે લખવાનું રહેશે. આ જાહેરનામું તા.૨૧/૦૪/૨૦૨૧ થી તા.૧૯/૬/૨૦૨૧ સુધી અમલમાં રહેશે. સમગ્ર જિલ્‍લામાં આ હુકમનો ભંગ કે ઉલ્‍લંઘન કરનાર વ્યકિતને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.