જુનાગઢ જેલમાંથી પેરોલ ઉપર આવ્યા બાદ ફરાર થઈ જવા બદલ કાસમ સામે ફરિયાદ

નખત્રાણા : તાલુકાના ચરાખડા ગામે રહેતા અને જુનાગઢ જિલ્લા જેલમાંથી પેરોલ રજા પર આવી પરત નહી ફરવા બદલ કાસમ સામે વધુ એક ફોજદારી નોંધાઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ રમેશભાઈ કે. ચાવડાની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે તેઓ જયુડિશીયલ જેલ જુનાગઢ જિલ્લા જેલમાં ફરજ બજાવે છે તેઓની જેલમાં કાસમ મામદ નોડીયાર (રહે. ચરાખડા તા.નખત્રાણા)વાળો પાકા કામના કેદી નંબર ૪૧ર૦પ તરીકે હતો. ગત તા.રપ-૧૧-૧૭ના નામદાર કોર્ટ અમદાવાદના હુકમ આધારે ૧પ દિવસની પેરોલ રજા ઉપર મુક્ત કરવામાં આવેલ હતો અને ૧૧-૧ર-૧૭ના પરત જેલમાં હાજર થવાનું હતું. પરંતુ જેલમાં હાજર નહી થઈ ફરાર થઈ જતા નખત્રાણા પોલીસે આરોપી સામે ફોજદારી ગુન્હો નોંધી હેડ કોન્સ જેન્તીભાઈ માજી રાણાએ તપાસ હાથ ધરેલાનું પીએસઓ બાબુલાલ શુકલએ જણાવ્યું હતું.