જુદા જુદા કાર્યક્રમને લઇને તમામ તૈયારી પૂર્ણ મોદી-શિન્ઝોની ઐતિહાસિક યાત્રા બુધવારથી શરૂ કરાશે

બન્ને દેશો વચ્ચે કેટલાક કરારો થશે : બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ભૂમિપુજન ઃ મહાત્મા મંદિરમાં વાર્ષિક સંમેલન પણ થશે

જાપાની વડાપ્રધાન સાથે મળીને ભૂમિ પુજન કરાશે : વર્ષ-૨૦૨૨ સુધી બુલેટ ટ્રેન દોડતી કરવાનુ મોદીનુ સપનુ : મુંબઈથી અમદાવાદ ૩ કલાકમા પહોંચી શકાશે : જાપાન ૮૮૦૦૦ કરોડની સોફટલોન પુરી પાડશે : ભારે ઉત્સુકતા

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શીનજા અબેની બે દિવસની ઐતિહાસિક અને હાઇપ્રોફાઇનલ બે દિવસની અમદાવાદ અને ગાંધીનગર યાત્રા આવતીકાલે શરૂ થઇ રહી છે. બન્નેની આ ઐતિહાસિક યાત્રા દરમિયાન કેટલીક ઐતિહાસિક પહેલ થનાર છે. જેમાં મહત્વકાંક્ષી અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ભૂમિ પુજા વિધી, ભવ્ય રોડ શો અને બન્ને દેશો વચ્ચે અનેક કરારોનો સમાવેશ થાય છે. અમદાવાદ એરપોર્ટ ઉપર આ બંને મહાનુભવો આવી પહોચ્યા બાદ તેમનુ ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવનાર છે. તેમના સ્વાગત માટે વિવિધ વિસ્તારોમા મળીને કુલ ૪૦ જેટલા સ્ટેજ તૈયાર કરવામા આવ્યા છે આ સ્ટેજ પર વિવિધ રાજ્યોના કલાકારો દ્વારા પરંપરાગત લોકનૃત્ય દ્વારા બંનેનુ સ્વાગત કરવામા આવશે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન,કલેકટર કચેરી સહીત સમગ્ર શહેર પોલીસને ખડેપગે રહેવાના આદેશ કરવામા આવ્યા છે.અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેકટનુ ભુમિપુજન કરવા ઉપરાંત ગાંધીનગર ખાતે યોજાનારી ઈન્ડો-જાપાન સમિટમા ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના વડાપ્રધાન શીનજા અબે તેમજ તેમના પત્ની અકી અબે અને જાપાનના ડેલિગેટસ અમદાવાદ શહેરમા ૧૩ સપ્ટેંબરના રોજ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે . આ સાથે જ તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામા આવશે.ગાર્ડ ઓફ ઓનરની કાર્યવાહી પુરી થયા બાદ બંને મહાનુભવોના રસાલો એરપોર્ટથી નકકી કરવામા આવેલા સાબરમતી આશ્રમ સુધીના રૂટ ઉપર પહોંચશે જ્યાં આશ્રમમા આયોજિત સાંજની પ્રાર્થનામા ભાગ લીધા બાદ બંનેનો કાફલો રીવરફ્રન્ટના માર્ગે જુના લકકડીયા પુલ(એલિસ પુલ) પહોંચશે જ્યા થોડી મિનીટોના રોકાણ બાદ સાંજે ૭ કલાકના સુમારે લાલ દરવાજા સ્થીત આવેલી સીદી સૈયદની જાળી(મસ્જીદ) પહોંચશે.જ્યા રોકાણ બાદ સામેના ભાગમા આવેલી હેરીટેજ હોટલ અગાશીયે પહોંચશે જ્યા રાત્રી ડીનર લેવામા આવશે.ડીનર બાદ જાપાનના વડાપ્રધાન અને તેમના પત્ની અકી અબે  ખાતે આવેલી હોટલ હયાત ખાતે પહોંચી રાત્રી રોકાણ કરશે જ્યાંથી ગુરૂવારે સાબરમતી રેલ્વે સ્ટેશન ખાતે આયોજિત કરવામા આવેલા અમદાવાદ-મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેકટના ભુમિપુજન માટે પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જાપાનના વડાપ્રધાન શીનજા અબે, તેમના પત્ની અકી અબે અને જાપાનના આવનારા તમામ ડેલિગેટસના ભવ્ય સ્વાગતમા એરપોર્ટથી આશ્રમ સુધી એક ભવ્ય રોડ શોનુ આયોજન કરવામા આવ્યુ છે.આ રોડ શો દરમિયાન વિવિધ સ્થળોએ મળીને કુલ ૪૦ જેટલા સ્ટેજ બનાવવામા આવ્યા છે.જેના પરથી વિવિધ રાજ્યોના કલાકારો દ્વારા તેમના સ્વાગત માટે પરંપરાગત લોકનૃત્ય રજુ કરવામા આવશે.આ અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ કલેકટર અને શહેર પોલીસના સમગ્ર કાફલાને ખડેપગે રાખવામા આવશે.૧૩મીએ સવારે ૧૧ કલાકથી જ સ્ટુડન્ટસ સહીતના તમામને નિયત સ્થળે તૈનાત કરી દેવામા આવશે જે કાર્યક્રમ પુરો થાય ત્યાં સુધી હાજર રહેશે. ગુજરાતની ધરતી પર જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો આબે અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઐતિહાસિક મુલાકાત વેળાએ ગુજરાતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસનું નવું પ્રકરણ આલેખાશે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે જાપાન અને ભારતના પ્રધાનમંત્રીની ઉપસ્થીતિમાં જાપાન સરકાર અને ગુજરાત સરકાર વચ્ચે જાપાન ઈન્ડીયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેન્યુફેક્ચરીંગના નિર્માણ માટે સહકારના કરાર થશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મેઈક ઈન ઈન્ડીયા અભિયાનમાં ગુજરાતનું આ વિશેષ યોગદાન હશે. જાપાને ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરીંગના ક્ષેત્રમાં ગુજરાતમાં ઘણું મૂડી રોકાણ કર્યું છે. આવનારા સમયમાં પણ સતત અને સમયબદ્ધ મૂડી રોકાણ માટે વિશેષ આયોજન કરાયું છે.