જી.કે. હોસ્પિટલમાં ૧૨ મહિનામાં સર્પદંશના ૧૮૯ કેસોની કરાઈ સારવાર

ગત જૂનથી ઑક્ટોબર દરમિયાન નોંધાયા સર્વાધીક કેસો : સર્પદંશના કિસ્સામાં અંધશ્રધ્ધામાં ફસાવાને બદલે તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરવો અનિવાર્ય

ભુજ : અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં કોરોનાકાળમાં વિતેલા એક વર્ષ દરમિયાન કચ્છ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાથી સરેરાશ પ્રતિ બીજા દિવસે સર્પદંશના કેસમાં તમામને ઝેરમુક્ત કરવામાં આવ્યા હોવાનું હોસ્પિટલના ઈમરજન્સી વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
સર્પદંશના મામલા સાથે જ કોઈ પણ કેસ ઇમરજન્સીમાં ફેરવાઇ જાય છે. એટ્‌લે મોટાભાગે ઈમરજન્સી સારવાર જ આપવામાં આવે છે. એ પ્રકારે ગયા વર્ષે ૧૨ મહિનામાં કુલ ૧૮૯ કેસો સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં મહિલા પુરૂષ ઉપરાંત બે વર્ષના એક માસૂમ બાળકને પણ એરૂ આભડી ગયો હતો. સામાન્ય રીતે આવા કેસ મેથી ઑક્ટો. સુધી ખાસ જાેવા મળે છે. તેમાંય જૂન પછી તેનું પ્રમાણ વધુ જાેવા મળે છે. જૂનથી ઑક્ટો સુધી વાતાવરણમાં ગરમી અને ભેજનું પ્રમાણ વધુ હોતા સર્પદંશનું પ્રમાણ વધુ જાેવા મળે છે. ગયા ઑક્ટો. ૨૦૨૦માં એક જ માસમાં કુલ ૪૨ કેસ જાેવા મળ્યા હતા. સરેરાશ ડિસેમ્બરથી એપ્રિલ મહિના સુધી આ બાબતે રાહત જાેવા મળી હતી. તબીબોએ જણાવ્યુ હતું કે, સાપ ભલે અતિશય ઝેરી હોય કે ન હોય સ્નેક એન્ટિવેનમ નામનું ઈંજેકશન ખૂબ જ અસરકારક હોય છે. દવા શરીરમાં પહોચતા જ ઝેરની અસરને નાબૂદ કરી નાખે છે. તેમ છતા જે ઝેરથી વ્યાપકતા વધુ હોય તો દર્દીને આઈસીયુમાં પણ રાખવામા આવે છે. વધુમાં જણાવ્યું કે, કોઈ ઘરેલુ સારવાર કે અંધશ્રધ્ધામાં જાેતરાવવાને બદલે તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક સાધવો જાેઈએ. દરેક સાપ ઝેરી નથી હોતા છતા ગંભીરતા તો લેવી જ જાેઈએ. ઘણી વાર હાનિરહિત સર્પ કરડવાથી દુષ્પરિણામ આવી શકે છે. સર્પદંશના કિસ્સામાં પેટદર્દ અને ઉલ્ટી થાય છે. ત્યારે કેટલીક વાર પેટના ઘર ગથ્થુ ઈલાજ કરાય છે. આવું કરવાને બદલે હોસ્પિટલ જવું જાેઈએ. કરડવાના સ્થાને ખૂબ દર્દના સ્થાને સોજાે આવવો, સ્થળની આસપાસ ક્યારેક ચામડીનો રંગ બદલાઈ જવો, દર્દીને ઊંઘ આવવા લાગે અને ઘણીવાર ચક્કર માથાનો દુઃખાવો પણ થાય છે.