જી.કે.માં કોરોનાની સારવાર લેતા દર્દી વિશેે અપડેટ જાણવા વધુ એક હેલ્પલાઇન નંબર જારી

ભુજ : અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સ્ંખ્યામા વધારો થતાં તેમના સગાવહાલાઓની પણ સારવાર લેતી વ્યક્તિની પરિસ્થિતી જાણવા બેચેન હોય છે ત્યારે તેમને યોગ્ય પ્રત્યુત્તર મળી રહે એ માટે અગાઉ એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ, પૂછપરછ કરનારની સંખ્યામાં વધારો થતાં મોબાઈલ નંબરની સાથે વધુ એક લેન્ડલાઇન નબર પણ જારી કરવામાં આવ્યો છે. આ કોવિડ હેલ્પલાઇન નંબર ૦૨૮૩૨ ૨૪૬૫૩૫ (લેન્ડલાઇન) તથા ૮૯૮૦૮ ૦૨૯૧૦ છે. આ નંબર ઉપર સંપર્ક સાધવાથી દર્દી વિષે અપડેટ જાણી શકાશે. આ ઉપરાંત ઉપચાર કરાવતા દર્દીઓને તેમની જરૂરિયાત અનુસાર કોઈપણ ચીજવસ્તુઓનો પહોંચાડવા રોજ સવારે ૧૧થી ૧૨ દરમિયાન અને સાંજે ૬થી ૭ વાગ્યાના સમયગાળામાં કોઈપણ જરૂરી ચીજવસ્તુઓ નિકાલ જોગ થેલીમાં લાવી વ્યવસ્થાપન વિભાગને આપી શકાશે. જેમના મારફતે સબંધિત દર્દીને સુપરત કરવામાં આવશે. આ વ્યવસ્થામાં સહકાર આપવા દર્દીઓના
પરિવારજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.