ભુજ : વૈશ્વિક મહામારી કોરોનાના વધી રહેલા કેસોના પગલે કચ્છમાં સ્થિતિ વણસી રહી છે. જિલ્લામાં સતત વધી રહેલા દર્દીઓના લીધે રેમડેસિવીર ઈન્જેક્શનની માંગમાં એકાએક ઉછાળો આવ્યો છે. જિલ્લામાં એકમાત્ર જી.કે. જનરલ હોસ્પિટલમાંથી ઈન્જેકશન મળતા હોઈ સવાર પડતા ઈન્જેક્શન લેવા આવતા લોકોની હોસ્પિટલમાં રીતસરની લાંબી કતારો જોવા મળતી હોય છે. કાળઝાળ ગરમી અને કોરોનાના કહેર વચ્ચે હોસ્પિટલમાં યોગ્ય વ્યવસ્થા ન હોઈ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ અંગે ઉઠેલા ભારે વિરોધ બાદ જી.કે.માં આજથી મંડપ – પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. અદાણી દ્વારા મંડપ ઉભો કરાયો છે જ્યારે માનવજ્યોત સંસ્થા દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.