જી.કે. જનરલ હોસ્પિટલમાં લેબ ટેકનિશીય લેટ લતીફ

ડાયાબીટીસના દર્દીઓને ભુખ્યા પેટે ચેકઅપ કરાવવાનું હોય છે,પરંતુ ટેકનીશીયન જ સાડા દસ પછી આવતા દર્દીઓને હાલાકી

ભુજ : જી.કે. જનરલ હોસ્પિટલ એક માત્ર કચ્છ માટે સરકારી મોટી હોસ્પિટલ છે. તેમાં પણ હવે તો ડોકટરો વહેલા આવી જાય છે, પરંતુ લેબ ટેકનિશીયનો જાણે નોકરી કરવા નહીં પરંતુ ફરવા આવતા હોય છે.પ્રાપ્ત વિગતો મુજબ જી.કે. જનરલ હોસ્પિટલમાં ડાયાબીટીસના દર્દીઓ છેવાડાના વિસ્તાર લખપત, અબડાસા અને રાપરથી હોસ્પિટલમાં દવા લેવા તેમજ ડાયાબીટીસનું ચેકઅપ કરાવવા માટે અહીં પહોંચી આવે છે, પરંતુ હોસ્પિટલના લેબ ટેકનીશીયનનો જાણે ઘરનો મોહ જ ન મુકાતો હોય તેમ આરામથી ઘરેથી ડોકટરો પહોંચી આવ્યા બાદ દોઢ કલાક પછી હોસ્પિટલનો રૂમ નંબર ૧૧ ખુલ્લે છે. દવા લેવા આવનાર ડાયાબીટીસના દર્દીઓને ખાલી પેટે ચેકઅપ કરાવવાનું હોય છે, દુર્ગમ વિસ્તારમાં દર્દીઓ વહેલી સવારે હોસ્પિટલમાં પહોંચી આવે છે, પરંતુ ટેકનિશીયન હાજર ન હોતા તે લોકોનું ચેકઅપ ન થતાં હાલાકી ભોગવવાનો વારો આવે છે. અવાર નવાર અનેક દર્દીઓને તકલીફ પણ વેઠવી પડી છે, રજૂઆતો પણ કરવામાં આવી છે તેમ છતાં પણ હોસ્પિટલ પ્રશાસન દ્વારા આવા લેટલતીફ ટેકનિશીયનો સામે શા માટે કાર્યવાહી કરવામાં આવતી નથી તેવા પ્રશ્નો ખડા થયા છે.