જી.કે. જનરલ હોસ્પિટલમાં મેડિસિન વિભાગના સઘન પ્રયત્નોથી ગાંધીધામનો યુવાન નાજુક હાલતમાથી બહાર

માનસિક અસ્વસ્થ યુવાને બે માસનો દવાનો ડોઝ સાથે ગળી જતાં કોમામાં સારી ગયા બાદ ત્રીજા દિવસે ભાનમાં આવ્યો

ભુજ : અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં માનસિક અસ્વસ્થ યુવાને માનસિક રોગની બે મહિનાની દવા એકસાથે ગળી જતાં બેભાન અને નાજુક અવસ્થામાં દાખલ થયો અને મેડિસિન વિભાગના તબીબોએ વેંટીલેટર સહિતના સઘન પ્રયત્નના અંતે તેને ત્રીજા દિવસે સભાન અવસ્થામાં લાવવામાં સફળતા મળી હતી.
ગાંધીધામના શરણકુમાર સારી(ઉ.વ. ૩૬) છેલ્લા ૨૦ વર્ષથી માનસિક રીતે અસ્વસ્થ હતા. કચ્છની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેને બે મહિના માટે રોજ એક એક લેવા દવાનો ડોઝ આપ્યો હતો, પરંતુ તેણે પોતાની માનસિક અસ્વસ્થતાને લઈને તમામ દવા એકસાથે લેતા માનસિક કાબૂ ગુમાવ્યો હતો અને બેભાન તથા નાજુક અવસ્થામાં જી.કે.માં દાખલ કરવામાં આવ્યો હતો. મેડિસિન વિભાગના રેસિ. ડો. અમિત મિસ્ત્રીએ કહ્યું કે, દર્દીના શ્વાસના સ્નાયુ અને મગજના સ્નાયુ સદંતર નિષ્ક્રિય થઈ ગયા હોવાથી દર્દી જાેખમી બની જતા તેને વેંટીલેટર ઉપર રાખવામા આવ્યો હતો. ગળામાં નળી નાખી જરૂરી ફ્લૂમાનેઝિલ ઈંજેકશનની તબક્કાવાર સારવાર બાદ ત્રીજા દિવસે ભાનમાં આવ્યો અને મગજ તથા શ્વાસના ક્રમશઃ કાર્યરત થઈ ગયા. એમઆઈસીયુમાં દાખલ થયેલા આ દર્દીની સારવારમાં મેડિસિનના સિની.રેસિ. ડો. શક્તિ ઝાલા, રેસિ. ડો. ફરહાન પીપરાની વિગેરે ડો. મિસ્ત્રી સાથે જાેડાયા હતા. માનસિક રોગના દર્દીઓ જી.કે. જનરલ હોસ્પિટલના સાઇકિયાટ્રીક અને આસી. ડો. ચિરાગ કુંડલિયાએ પણ તેની માનસિક હાલત ચકાસી હતી. પુનઃ લો ડોઝથી સારવાર શરૂ કરવા ભલામણ કરી દર્દીના નિકટજનોને પણ તમામ દવા એક સાથે રાખવાને બદલે રોજેરોજ આપવા કાઉન્સેલિંગ કર્યું હતું. કારણ કે, આવા કેટલાક માનસિક રોગીઓએ આજીવન દવા લેવાની હોવાથી રોજેરોજ આપવાને બદલે નિશ્ચિત સમય માટે અપાતી હોય છે.