જી.કે. જનરલ હોસ્પિટલમાં એક કલાકમાં ૧૦૦૦ ટેસ્ટ અને પાણીનો મોટો જથ્થો બચાવતું યંત્ર કાર્યરત

વિટ્રોસ-૫૬૦૦ દ્વારા એક સાથે ૧૮૦ ટેસ્ટ કરી શકે તેવું મશીન એકમાત્ર જી.કે.માં

ભુજ : અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં કચ્છના દૂર-સુદૂરના વિસ્તારમાંથી આવતા દર્દીઓ જુદા જુદા રોગના રિપોર્ટ (ટેસ્ટિંગ) કરાવી સમયસર અને અનુકૂળતાએ પોતાના ગામમાં પહોંચી શકે એ હેતુસર એક કલાકમાં એક હજાર જુદા જુદા પરિક્ષણ કરતું વિટ્રસ-(૫૬૦૦) ઉપકરણ વસાવ્યું છે. ઝડપી ટેસ્ટિંગ કરતું અને પાણીનો બચાવ કરતું એકમાત્ર સાધન સમગ્ર જિલ્લામાં એકમાત્ર જી.કે. જનરલમાં છે.
આ વિટ્રસ-૫૬૦૦ ઉપકરણની ખૂબી એ છે કે અન્ય લેબ યંત્રની માફક આમાં પાણીની જરૂર નથી પડતી. આ મશીનથી દરરોજ પાણીનો મોટો જથ્થો બચાવી શકાય છે. સામાન્ય રીતે દર કલાકે ૨૦ લિટર પાણી ખપાવતા અન્ય મશીનોની સરખામણીમાં આ વિટ્રસ-૫૬૦૦ જાે દિવસ આઠ કલાક દરમિયાન ચાલે તો પ્રતિ માસે પાણીનો મોટો જથ્થો બચાવી શકાય છે. ઉપરાંત વિટ્રસ-૫૬૦૦માં માત્ર સાદું પાણી જ નહીં, પરંતુ શુધ્ધ પાણી આવશ્યક છે અને આવું એક લિ. શુધ્ધ પાણી બનાવવા બીજું ૧૨ લિટર પાણી વેસ્ટ જતું હોય છે. આમ એક લિટર પાણી બનાવવા બીજું ૧૨ લિટર પાણી જરૂરી ડ્રાય કેમેસ્ટ્રી સિધ્ધાંત ઉપર કામ કરતા ઉપકરણથી ડ્રેનેજ જેવી સિસ્ટમથી છૂટકારો મળે છે.
લેબોરેટરીની ઉચ્ચ ગુણવત્તા નિભાવવા અને નેશનલ એક્રેડિશન બોર્ડ ફોર ટેસ્ટિંગની ગાઈડલાઇન મુજબ કામ કરતાં આ ઉપકરણથી એક કલાકમાં માત્ર એક હજાર ટેસ્ટ જ નહીં પરંતુ, જુદા જુદા ૧૮૦ ટેસ્ટ એક સાથે કરે છે. આ ટેસ્ટમાં સામાન્ય ઉપરાંત વિટામિન ડી-૩, બી-૧૨, કાર્ડિયાક માટે ટ્રોપોનીની – આઈ આયર્ન પ્રોફાઇલ, હોર્મોન્સ જેવા કે, એફસીએચ, એલ-એચ, પ્રોલેક્ટિન અને બી- એચએલજી છે. ઉપરાંત કોવિડ માટે ડી-ડાયમર, સીઆરપી પીસીટી, પણ ચકાસાય છે. જ્યારે તમામ કિડની પ્રોફાઇલ, લિપિડ પ્રોફાઇલ પણ આવરી લેવાય છે એમ લેબ ઇન્ચાર્જ માનસી ઠક્કરે જણાવ્યું હતું.