જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના બાળરોગ નિષ્ણાતોનું નિરીક્ષણ : કોરોનાની પ્રથમ-બીજી લહેરમાં બાળકો પ્રાકૃતિક પ્રતિરોધક ક્ષમતાને કારણે ઓછા સંક્રમિત થયા

સંભવિત ત્રીજી લહેરમાં બાળકોને બચાવવા કટિબદ્ધ

ભુજ : અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના બાળરોગ નિષ્ણાંતોનું અનુમાન છે કે, બાળકોની શરીરની પ્રાકૃતિક પ્રતિરોધક ક્ષમતા વયસ્ક અને વડીલોની સરખામણીમાં કોઈપણ સંક્રમણ સામે લડવા વધુ સક્ષમ હોવાથી પ્રથમ અને બીજી લહેરમાં બાળકોને કોરોના બહુ પ્રભાવિત કરી શક્યું નથી. સંક્રમણ થયું પણ ખૂબ ઓછું થયું હતું અને મૃત્યુનું પ્રમાણ તો અત્યંત અલ્પ હતું.
હોસ્પિટલના બાળકોના નિષ્ણાત અને પ્રો.ડો. રેખાબેન થડાનીએ તથા રેસિ. ડો. કરણ પટેલે જણાવ્યુ હતું કે, બાળકોના શરીરમાં પાંચ એવા કુદરતી પરિબળો ઉપલબ્ધ હોય છે. જેને પરિણામે ૧૮ વર્ષ સુધીના બાળકો મોટાઓની સરખામણીમાં વધુ સૂરક્ષિત હોય છે. ઉપરાંત નવજાત શિશુને સ્તનપાન દરમિયાન માતાના ધાવણમાથી ઇમ્યુનોસ્લોલિન્સ શિશુમાં પ્રવેશતું હોવાથી એક વર્ષ સુધી રોગ પ્રતિકારક ક્ષમતા અખંડ હોય છે. તેમણે કહ્યું કે, બાળકો બાળકો સલામત હતા એ પાછળ બંને લહેરમાં શાળાઓ બંધ હતી. બાળકો મોટા સામાજિક મેળાવડામાં સામાન્ય રીતે જતાં નથી. વયસ્કોની સરખામણીમાં હોસ્પિટલમાં પણ ઓછા જાય છે. બાળકોમાં લોહીનું વાહન કરતી નસોમાં લોહીના ચઠ્ઠા જામતા નથી. જાે નસો ડેમેજ થાય તો જ ટીસ્યુ ફોલ્ટ છૂટા પડે અને જાેખમ વધે પરંતુ, આવું બહુ ઓછું જાેવા મળે છે.
બીજું એક અગત્યનું કારણ એ પણ છે કે, બાળકો ધૂમ્રપાન પણ નથી કરતાં. તેથી પ્રદૂષણના સંપર્કમાં ઓછા આવે છે. ફેફસામાં આ પ્રકારે મજબૂત હોવાથી ઑક્સીજન લોહી સુધી સહેલાઇથી પહોંછે છે અને કાર્બન ડાયોક્સાઈડ નીકળી જાય છે. પરિણામે ન્યુમોનિયાને ગંભીર બનવાથી બચાવી લે છે. અન્ય બાબત એ છે કે, બાળકોમાં એસીઇ-૨ રિસેપ્ટર બહુ ઓછા હોય છે, જે વાઇરસનો સાથ આપે છે. રિફલેકટર ઓછા હોવાથી સંક્રમણથી બચાવી રાખે છે. સંભવિત ત્રીજી લહેરમાં તેઓ બાળકોને બચાવવા કટિબધ્ધ છે. જી.કે.માં પણ શક્ય તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે એમ બાળરોગ નિષ્ણાંતોએ જણાવ્યુ હતું.